સડક 2નું શૂટિંગ શરૂ કરવાનો ડર લાગી રહ્યો છે આલિયા ભટ્ટને

19 May, 2019 09:19 AM IST  |  મુંબઈ

સડક 2નું શૂટિંગ શરૂ કરવાનો ડર લાગી રહ્યો છે આલિયા ભટ્ટને

સડક ટુની ટીમ

આલિયા ભટ્ટનું કહેવું છે કે તેને ‘સડક 2’નું શૂટિંગ કરવા માટે ખૂબ ડર લાગી રહ્યો છે. ૧૯૯૧માં આવેલી ‘સડક’ની આ સીક્વલ છે જેને તેના પપ્પા મહેશ ભટ્ટ ડિરેક્ટ કરવાના છે. આ ફિલ્મમાં તેની સાથે તેની બહેન પૂજા ભટ્ટ, સંજય દત્ત અને આદિત્ય રૉય કપૂર જોવા મળશે. આદિત્યને બદલે ફિલ્મની જાહેરાત કરવામાં આવી ત્યારે એ સમયનો બૉયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે એવી ચર્ચા હતી. ‘સડક 2’નો ક્લૅપબોર્ડનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આલિયાએ લખ્યું હતું કે ‘આજે ‘સડક 2’નો પહેલો દિવસ છે. મારા પપ્પા હવે મારા ડિરેક્ટર પણ છે, જેમણ‌ે આ ક્લૅપબોર્ડ પકડ્યું છે. હું થોડા દિવસમાં શૂટિંગ તો શરૂ કરીશ, પણ સાચું કહું તો મને ખૂબ ડર લાગી રહ્યો છે. હું પોતે એક નાનકડો ઉંદર હોઉં અને ખૂબ મોટો સુંદર ઇમોશનલ માઉન્ટેન ચડી રહી હોઉં એવું મને લાગે છે. હું મારું ઉત્તમ કામ કરીશ અને હું નિષ્ફળ રહી તો પણ ફરીથી કોશિશ કરીશ એવી આશા રાખી રહી છું.

આ પણ વાંચોઃ રાજકોટની આ હોટ અભિનેત્રી કરશે ગુજરાતી ફિલ્મોમાં એન્ટ્રી

મારા માટે આ ચડાણ ખૂબ જ મુશ્કેલ છે. મેં જે જોયું છે અને સાંભળ્યું છે એનાથી મને એક વાતનો અહેસાસ છે કે મારાં દરેક સ્ટેપ અદ્ભુત હશે અને મને એમાંથી શીખવા મળશે. ફિલ્મો, ફૅમિલી, સપનાંઓ સાથે નવી મુસાફરી શરૂ કરવા જઈ રહી છું. આ મુસાફરી ખૂબ સારી રહેશે.’

alia bhatt mahesh bhatt bollywood