એક દિવસ હું હૉલીવુડમાં જરૂર કામ કરીશ : આલિયા ભટ્ટ

25 April, 2019 11:47 AM IST  | 

એક દિવસ હું હૉલીવુડમાં જરૂર કામ કરીશ : આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ (File Photo)

આલિયા ભટ્ટની ઇચ્છા છે કે એક દિવસ એવો આવશે જ્યારે હું હૉલીવુડમાં કામ કરીશ. આલિયાએ પોતાના દમદાર પર્ફોર્મન્સથી ખાસ્સી નામના મેળવી છે. હિન્દી ફિલ્મો બાદ તે હવે તેલુગુ ફિલ્મમાં પોતાના અભિનયની ક્ષમતા દેખાડશે. તે વહેલી તકે એસ. એસ. રાજામૌલીની ‘RRR’માં જોવા મળવાની છે. પોતાની ઇચ્છા વિશે આલિયાએ કહ્યું હતું કે ‘હું આશા રાખું છું કે એક દિવસ હૉલીવુડમાં જરૂર કામ કરીશ. એ એક નવી જ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરવા જેવું હશે અને એ એટલું સરળ પણ નથી. એ માટે મારી પાસે વધુ સમય હોવો જોઈએ.’

‘રાઝી’માં તેની ઍક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. ફિલ્મને બૉક્સ-ઑફિસ પર પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. અલગ પ્રકારના રોલ્સ ભજવવા વિશે આલિયાએ કહ્યું હતું કે ‘મેં અત્યાર સુધી જેટલાં પણ કૅરૅક્ટર્સ ભજવ્યાં છે એ ખૂબ અઘરાં અને ચૅલેન્જિંગ રહ્યાં છે. મારો ઉદ્દેશ એ પાત્રોને ન્યાય કરવાનો રહ્યો છે. આ મારું વિઝન છે. મેં સ્વાભાવિક જ એ પાત્રોને પસંદ કયાર઼્ છે. મારી અંદરના ગટ્સથી મને એ કરવાની પ્રેરણા મળે છે. હું જ્યારે સ્ટોરી સાંભળું છું અને જો મને એ ગમે તો હું એ કરવા માટે રાજી થાઉં છું. મેં કદી પણ એમ નથી વિચાર્યું કે હું બૅન્કેબલ ઍક્ટર બનું, પરંતુ મેં એની કલ્પના જરૂર કરી હતી. હું હંમેશાં આશાવાદી રહી છું અને મોટાં સપનાં જોઉં છું.’

આ પણ વાંચોઃ યાસ્મીન કરાચીવાલા: બૉલીવુડ સેલિબ્રિટીઝના પરફેક્ટ ફિગર પાછળ છે આમનો હાથ

alia bhatt bollywood