15 March, 2024 06:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ. એસ. રાજામૌલી
ફિલ્મમેકર એસ. એસ. રાજામૌલીએ આપેલી સલાહનું આલિયા ભટ્ટ ખૂબ સારી રીતે પાલન કરે છે. આલિયાએ તેમની ‘RRR’માં સીતાનો રોલ કર્યો હતો. આલિયા ઉમદા ઍક્ટ્રેસની સાથે પ્રોડ્યુસર પણ છે. તે ‘જિગરા’માં દેખાવાની છે અને એ ફિલ્મને તેણે પ્રોડ્યુસ પણ કરી છે. તેમણે આપેલી સલાહ વિશે આલિયાએ કહ્યું કે ‘મેં એસ. એસ. રાજામૌલીને પૂછ્યું કે મારે કેવા પ્રકારની ફિલ્મો
પસંદ કરવી જોઈએ, કારણ કે હું હંમેશાં એમાં ફેલ થાઉં છું. તો તેમણે કહ્યું કે હું જે પણ ફિલ્મો પસંદ કરું એમાં મારે પ્રેમથી કામ કરવું જોઈએ. ફિલ્મ સારી નહીં પણ હોય તો પણ દર્શકો મારા કામ પ્રત્યેના પ્રેમને મારી આંખોમાં જોઈ શકશે અને એની સાથે પોતાને કનેક્ટ કરશે. પ્રેમથી મોટી વસ્તુ આ દુનિયામાં કોઈ નથી એવું તેમણે કહ્યું હતું.’