આલિયા ભટ્ટે જાહેર કર્યું દીકરીનું નામ, નીતુ કપૂર સાથે છે ખાસ કનેક્શન

24 November, 2022 07:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આલિયાએ સોશિયલ મીડિયા પર દીકરીનું નામ જાહેર કર્યું

તસવીર સૌજન્ય: આલિયા ભટ્ટનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે (Alia Bhatt) પોતાની દીકરીનું નામ જાહેર કર્યું છે. આલિયા-રણબીરે તેમની પુત્રીનું નામ રાહા (Raha) રાખ્યું છે. આ નામ દાદી નીતુ કપૂરે (Neetu Kapoor) પસંદ કર્યું છે. રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટે માત્ર તેમની દીકરીનું નામ તો જાહેર કર્યું જ છે, સાથે દરેક ભાષામાં તે નામનો અર્થ પણ જણાવ્યો છે.

આલિયા ભટ્ટ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની નાની ઢીંગલી હાથમાં લઈને તેને જોઈ રહ્યા છે. રાહાના નામની જર્સી દિવાલ પર દેખાઈ રહી છે. આ તસવીરને પોતાના ઈન્સ્ટા પર પોસ્ટ કરતા આલિયા ભટ્ટે ક્યૂટ કેપ્શન લખ્યું છે.

આલિયા ભટ્ટે લખ્યું છે કે “અમારી દીકરી રાહાનું નામ તેની દાદીએ પસંદ કર્યું છે, આ નામનો ખૂબ જ સુંદર અર્થ છે... રાહાનો અર્થ થાય છે દૈવી માર્ગ, સ્વાહિલીમાં તેનો અર્થ થાય છે સુખ, સંસ્કૃતમાં તેનો અર્થ થાય છે ગોત્ર... બંગાળીમાં તેનો અર્થ છે આરામ, અરબીમાં તેનો અર્થ છે શાંતિ, સુખ, સ્વતંત્રતા.”

આલિયા ભટ્ટે ઉમેર્યું છે કે “અમે જ્યારથી તેને પહેલી વાર તેડી તે ક્ષણથી જ તેના નામ જેવો અનુભવ થયો છે... આભાર રાહા... અમારા જીવનમાં ખુશીઓ લાવવા માટે, એવું લાગે છે કે અમે હમણાં જ જીવન જીવવાનું શરૂ કર્યું છે.”

entertainment news bollywood news alia bhatt ranbir kapoor