આલિયા ભટ્ટ Most Inspiring Asian woman of 2019 એવૉર્ડ માટે નૉમિનેટ થઇ

06 September, 2019 06:27 PM IST  |  મુંબઈ ડેસ્ક

આલિયા ભટ્ટ Most Inspiring Asian woman of 2019 એવૉર્ડ માટે નૉમિનેટ થઇ

આલિયા ભટ્ટ (ફાઇલ ફોટો)

બોલીવુડની સુંદર અને ક્યૂટ અભિનેત્રી આલિયા ભટ્ટને મોસ્ટ ઇન્સ્પાઇરિંગ એશિયન વુમન એવૉર્ડ 2019 માટે નૉમિનેટ કરવામાં આવી છે. અવૉર્ડ માટે આલિયા સહિત સાત અન્ય સિતારાઓના નામ નોંધાયા છે. જેમાં થાઇલેન્ડની મૉડેલ એક્ટ્રેસ પ્રયા લુંડબર્ગ, કોરિયાની જાણીતી સિંગર સીએલનું નામ સામેલ છે. આલિયા એકમાત્ર ભારતીય છે જે આ અવૉર્ડ માટે નૉમિનેટ થઈ છે.

10 નવેમ્બરના દિવસે જાહેર થશે વિજેતા
મોસ્ટ ઇન્સ્પાઇરિંગ એશિયન વુમન અવૉર્ડ માટે વૉટિંગ લાઇન્સ ખુલી ગઈ છે. આ 18 ઑક્ટોબર સુધી ખુલી રહેશે. 10 નવેમ્બપના અવૉર્ડ શોના દિવસે વિજેતાનું નામ જાહેર કરવામાં આવશે.

આલિયા મનાવી રહી છે રણબીર સાથે વેકેશન્સ
આલિયા અને રણબીર કપૂર હાલ કેન્યાની વાઈલ્ડ લાઇફની મજા માણી રહ્યા છે અને સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરી રહ્યા છે. ગુરૂવારે આલિયાએ પોતાની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરમાં આલિયા ઊગતા સૂરજને જોતી જોવા મળે છે.

જો કે પોતાની આ તસવીરમાં આલિયાએ ખુલાસો નથી કર્યો કે તે કોની સાથે છે. પણ હવે આ જોડીની એકસાથે એવી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી ગઈ છે. આ તસવીરોને વિરલ ભાયાણીએ શેર કરી છે.

આ પણ વાંચો : Tapas Relia: આ મૂળ ગુજરાતી કંપોઝર માટે મ્યુઝિક જ છે સર્વસ્વ

આલિયા અને રણબીરની જોડી સૌથી પહેલા ગયા વર્ષે મેમાં સોનમ કપૂરના લગ્નમાં સાથે જોવા મળી હતી. તેના પછી બન્ને ઘણી ઇવેન્ટ્સમાં સાથે દેખાતાં રહે છે. રણબીર કપૂરના પિતા ઋષિ કપૂર કેન્સર જેવી બીમારીથી લડી રહ્યા છે. એવામાં આલિયા પણ તેમને મળવા ન્યૂયોર્ક જતી હોય છે.

alia bhatt bollywood bollywood events bollywood gossips bollywood news