પ્રોડ્યુસર આલિયા ભટ્ટે લૉન્ચ કર્યા ૪ નવોદિતો

12 September, 2026 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેની પ્રોડક્શન કંપનીની આગામી ફિલ્મ ડોન્ટ બી શાય આવી રહી છે પ્રાઇમ વિડિયો પર, આલિયા ભટ્ટે પોતાની બહેન શાહીન ભટ્ટ સાથે મળીને પોતાનું પ્રોડક્શન હાઉસ ‘ઇટર્નલ સનશાઇન પ્રોડક્શન્સ’ પણ શરૂ કર્યું છે.

પ્રોડ્યુસર આલિયા ભટ્ટે લૉન્ચ કર્યા ૪ નવોદિતો

આલિયા ભટ્ટે પોતાની બહેન શાહીન ભટ્ટ સાથે મળીને પોતાનું પ્રોડક્શન હાઉસ ‘ઇટર્નલ સનશાઇન પ્રોડક્શન્સ’ પણ શરૂ કર્યું છે. હવે તેમની કંપનીની આગામી ફિલ્મ ‘ડોન્ટ બી શાય’ પચીસ સપ્ટેમ્બરે ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો પર પ્રીમિયર થવા માટે તૈયાર છે. આ ફિલ્મથી આલિયાએ આરુષિ બજાજ, અંશ દુગ્ગલ, બિયાન્કા અરોરા અને પીયૂષ ખટી એમ ચાર નવોદિતોને લૉન્ચ કર્યાં છે અને ગઈ કાલે ‘ડોન્ટ બી શાય’નું ટ્રેલર જાહેર કરવામાં આવ્યું હતું. 
આ ફિલ્મમાં નવોદિતોને લેવાનું કારણ જણાવતાં આલિયાએ કહ્યું હતું કે ‘આ અમારા માટે ખૂબ જ મોટો અવસર છે. ૧૪ વર્ષ પહેલાં મેં એક અભિનેત્રી તરીકે ડેબ્યુ કર્યું હતું અને ૧૪ વર્ષ બાદ હું ચાર નવા કલાકારો અને એક દિગ્દર્શકને રજૂ કરી રહી છું અને અત્યારે તેમના કરતાં હું ઘણી વધારે નર્વસ છું. મારા પેટમાં ખરેખર પતંગિયાં ઊડી રહ્યાં છે. મને અભિનેત્રી તરીકે કામ કરવું ખૂબ ગમે છે, પણ પ્રોડ્યુસર બનવાથી એક અલગ જ ખુશી મળે છે, કારણ કે આ રીતે હું એક દુનિયા ઊભી કરવામાં અને એક વાર્તા બનાવવામાં સામેલ થઈ શકું છું.’

alia bhatt bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news