14 June, 2025 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
આલિયા ભટ્ટની ગણતરી બૉલીવુડની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. તેણે પોતાની કરીઅરમાં અનેક શાનદાર ફિલ્મો આપી છે. આલિયાના અંગત જીવનની વાત કરીએ તો તેણે રણબીર કપૂર સાથે લગ્ન કર્યાં છે અને તેમની એક દીકરી રાહા કપૂર પણ છે. જોકે હાલમાં આલિયાની કાન ફિલ્મ ફેસ્ટિવલની એક તસવીર વાઇરલ થયા પછી એવી ચર્ચા ચાલી છે કે આલિયાએ પોતાની અટક બદલી નાખી છે.
આલિયા ભટ્ટે જ્યારે રણબીર કપૂર સાથે લગ્ન કર્યાં હતાં ત્યારે કહ્યું હતું કે તે કપૂર અટક અપનાવવા માગે છે, પણ તેની પાસે આ ઔપચારિકતા પૂર્ણ કરવાનો સમય નહોતો. જોકે આલિયાના લેટેસ્ટ વ્લૉગની એક તસવીરથી લાગે છે કે અભિનેત્રીએ આખરે પોતાની અટક બદલી નાખી છે. આલિયાના વ્લૉગની ઝલકમાં આલિયા હોટેલની રૂમમાં લખેલા એક વેલકમ-મેસેજ સામે ઊભેલી દેખાઈ રહી છે. તેણે મેસેજમાં લખ્યું છે, ‘ડિયર આલિયા કપૂર.’ આ તસવીર બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આલિયાએ આખરે પોતાના સત્તાવાર દસ્તાવેજોમાં પોતાનું નામ બદલી નાખ્યું છે.
થોડા સમય પહેલાં આપેલા એક ઇન્ટરવ્યુમાં આલિયાએ કહ્યું હતું કે ‘સ્ક્રીન પર મારું નામ હંમેશાં આલિયા ભટ્ટ જ રહેશે, પરંતુ તે પોતાના સત્તાવાર દસ્તાવેજોમાં પોતાની અટક કપૂર કરી નાખશે. મને આમ કરવામાં આનંદ થશે. હું મારી જાતને કપૂર-પરિવારથી અલગ કરવા નથી માગતી.’