✕

આલિયા ભટ્ટ પિયરિયાં અને સાસુ સાથે પહોંચી ગઈ ગોવામાં વેકેશન માણવા

28 October, 2026 02:34 PM IST  |  Goa | Gujarati Mid-day Correspondent

આ વેકેશનની સામે આવેલી તસવીર એક રિસૉર્ટની છે, જ્યાં પરિવાર માટે ખાસ બોહો થીમ પર સજાવટ કરવામાં આવી છે.

આ વેકેશનમાં રણબીર કપૂરની ગેરહાજરીએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

આલિયા ભટ્ટ હાલમાં પરિવાર સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવી રહી છે. તેના ગોવા વેકેશનની એક તસવીર સામે આવી છે જેમાં તે પોતાની દીકરી રાહા, સાસુ નીતુ કપૂર, મમ્મી સોની રાઝદાન, પપ્પા મહેશ ભટ્ટ અને બહેન શાહીન ભટ્ટ સાથે જોવા મળી રહી છે. આ ફૅમિલી-વેકેશનમાં પરિવારના અન્ય સભ્યો પણ સામેલ છે. જોકે આ વેકેશનમાં રણબીર કપૂરની ગેરહાજરીએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
આ વેકેશનની સામે આવેલી તસવીર એક રિસૉર્ટની છે, જ્યાં પરિવાર માટે ખાસ બોહો થીમ પર સજાવટ કરવામાં આવી છે. તસવીરમાં પરિવારના સભ્યો સાથે સમય વિતાવતા અને કૅમેરા સામે પોઝ આપતા જોવા મળે છે. આ પ્રસંગે સૌએ બેજ, બ્રાઉન અને સફેદ જેવા હળવા રંગનાં કપડાં પસંદ કર્યાં છે. આલિયા સાથેના આ ફૅમિલી-વેકેશનમાં રણબીરની ગેરહાજરી પાછળનું કારણ તેની વ્યસ્તતા હોવાનું માનવામાં આવે છે. રણબીર હાલમાં ‘રામાયણ’ને લગતી પ્રમોશનલ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવાના કારણે તે પરિવાર સાથે ગોવામાં જોવા મળ્યો નથી.

goa alia bhatt bollywood buzz bollywood news bollywood entertainment news