સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે અલી ફઝલ

15 May, 2020 05:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે અલી ફઝલ

અલી ફઝલ હાલમાં લૉકડાઉનમાં સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે. અલી માર્ચની શરૂઆતથી તેના બાંદરામાં આવેલા ઘરમાં લૉક્ડ છે. અલીએ ‘હાઉસઅરેસ્ટ’ નામની એક ફિલ્મ કરી હતી જેમાં તે પોતાને ઘરની અંદર બંધ કરી લે છે. જોકે તેની ફિલ્મ તેના માટે હકીકત બનીને આવી હોય એવું લાગે છે, કારણ કે તે હાલમાં એ ફિલ્મની જેમ જ લૉકડાઉનમાં છે. આ સમયમાં તે ઓરિજિનલ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે. આ માટે તેણે સ્ક્રિપ્ટ-રાઇટિંગની કેટલીક બુક પણ વાંચી હતી જેથી તે રાઇટિંગના નિયમોને ફૉલો કરી શકે. આ વિશે અલીએ કહ્યું હતું કે ‘રાઇટિંગ મારા માટે ખૂબ જ નવો અનુભવ છે. લૉકડાઉનના શરૂઆતના દિવસો મારા માટે ખૂબ જ મુશ્કેલ હતા, કારણ કે હું એમાં ઍડ્જસ્ટ કરી રહ્યો હતો. મને આર્ટ અને સિનેમાની વૅલ્યુ ખબર છે. મારી પાસે એક બેઝિક આઇડિયા હતો જેના પર મેં કામ શરૂ કર્યું છે. મારી પાસે એક સ્લાઇસ-ઑફ-લાઇફ ફિલ્મની સ્ટોરી છે. આ સમયમાં લાઇફને એક અલગ એન્ગલથી જોવી જરૂરી છે અને મારી સ્ક્રિપ્ટમાં હું કરી દેખાડીશ એવું મને લાગે છે. હું એના પર કામ કરી રહ્યો છું અને એ કેવી રહે એ જોવા જેવું છે.’

entertainment news lockdown bollywood bollywood news ali fazal