‘ગોરખા’નું શૂટિંગ માર્ચમાં શરૂ કરશે અક્ષય

24 September, 2022 04:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષયકુમાર તેની આગામી ફિલ્મ ‘ગોરખા’નું શૂટિંગ માર્ચમાં શરૂ કરશે. આ ફિલ્મમાં તે વૉર હીરોનું પાત્ર ભજવી રહ્યો છે જેણે ૧૯૬૨, ૧૯૬૫ અને ખાસ કરીને ઇન્ડિયા-પાકિસ્તાનના ૧૯૭૧ના યુદ્ધમાં ભાગ લીધો હતો.

‘ગોરખા’નું શૂટિંગ માર્ચમાં શરૂ કરશે અક્ષય

અક્ષયકુમાર તેની આગામી ફિલ્મ ‘ગોરખા’નું શૂટિંગ માર્ચમાં શરૂ કરશે. આ ફિલ્મમાં તે વૉર હીરોનું પાત્ર ભજવી રહ્યો છે જેણે ૧૯૬૨, ૧૯૬૫ અને ખાસ કરીને ઇન્ડિયા-પાકિસ્તાનના ૧૯૭૧ના યુદ્ધમાં ભાગ લીધો હતો. મેજર જનરલ ઇઆન કાર્ડોઝોની લાઇફ પરથી આ ફિલ્મ બની રહી છે. આ ફિલ્મને અક્ષયકુમાર અને આનંદ એલ. રાય બનાવી રહ્યા છે. ઇન્ડિયન આર્મીની પાંચમી ગોરખા રાઇફલ્સ રેજિમેન્ટમાં ઇઆન કાર્ડોઝો લેજન્ડરી ઑફિસર હતા. આ ફિલ્મને નૅશનલ અવૉર્ડ વિનિંગ ડિરેક્ટર સંજય પૂરણસિંહ ચૌહાણ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ માર્ચમાં શરૂ કરવાનું પ્લાનિંગ છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એ પહેલાં ટીમ દરેક તથ્ય અને દરેક બાબતને રીચેક કરી રહી છે જેથી એને એકદમ વાસ્તવિક બનાવી શકાય.

bollywood news akshay kumar