અક્ષય કુમારની મિશન મંગલ આ રાજ્યમાં થઈ ટેક્સ ફ્રી, કરી છે આટલી કમાણી

28 August, 2019 05:38 PM IST  |  મુંબઈ

અક્ષય કુમારની મિશન મંગલ આ રાજ્યમાં થઈ ટેક્સ ફ્રી, કરી છે આટલી કમાણી

અક્ષય કુમારની મિશન મંગલ આ રાજ્યમાં થઈ ટેક્સ ફ્રી

મિશન મંગલ બૉક્સ ઑફિસ પર સતત પોતાનો જલવો બતાવી રહી છે. સાથે જ લોકોના દિલમાં પણ જગ્યા બનાવી રહી છે. હવે ફિલ્મ માટે એક સારા સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનું એલાન કર્યું છે.


ફિલ્મની ટિકિટ પર હવે રાજ્યમાં જીએસટી નહીં આપવામાં આવે, જેનાથી ટિકિટ સસ્તી થઈ જશે. જણાવી દઈએ કે આ પહેલા રિતિક રોશનની ફિલ્મ સુપર 30ને અનેક રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી હતી. મિશન મંગલ અક્ષય કુમારની સૌથી હિટ ફિલ્મોમાં સામેલ થઈ ચુકી છે. ટ્રેડ સૂત્રો અનુસાર, 15 ઑગસ્ટના સિનેમાઘરોમાં આવેલી ફિલ્મે 27 ઑગસ્ટ સુધીમાં 168 કરોડથી વધુનું કલેક્શન કરી લીધું છે. મિશન મંગલ અક્ષયની સૌથી વધુ ઓપનિંગ લેનારી ફિલ્મ પણ છે. ફિલ્મે પહેલા દિવસે 29.16 કરોડનું કલેક્શન કર્યું છે. તે 100 કરોડ સુધી પહોંચનારી અક્ષયની સૌથી ઝડપી ફિલ્મ છે. પાંચમાં દિવસે જ આ ફિલ્મે આ પડાવ પાર કરી લીધો હતો.

જગન શક્તિની આ ફિલ્મ ભારતના પહેલા મંગલયાનને અંતરિક્ષમાં મોકલવાની કહાની બતાવવામાં આવી છે. અક્ષયે ફિલ્મમાં પ્રોજેક્ટ લીડરની ભૂમિકા નિભાવી છે. ત્યારે વિદ્યા બાલન, સોનાક્ષી સિન્હા, તાપસી પન્નૂ, કીર્તિ કુલ્હારી, નિત્યા મેનન અને શર્મન જોશી તેમની ટીમનો ભાગ છે. ફિલ્મને સમીક્ષકોએ ખૂબ જ પસંદ કરી છે અને તમામના અભિનયની પણ પ્રશંસા થઈ છે.

આ પણ જુઓઃ એ સંભાળજો...'ચીલઝડપ' કરવા આવી રહ્યો છે 'અતરંગી' રસિક, કાંઈક આવા છે તેના અંદાજ

અક્ષયની આ વર્ષની બીજી રિલીઝ છે. આ પહેલા આવેલી કેસરીએ 153 કરોડનું શાનદાર કલેક્શન કર્યું હતું. હવે અક્ષયની હાઉસફુલ 4 અને ગુડ ન્યૂઝ રીલિઝ થશે.

akshay kumar vidya balan entertaintment