રાણા દગુબટ્ટીને સવારે પોણાછ વાગ્યે રેડિયો-ઇન્ટરવ્યુ માટે લઈ ગયો:અક્ષય

08 October, 2020 10:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાણા દગુબટ્ટીને સવારે પોણાછ વાગ્યે રેડિયો-ઇન્ટરવ્યુ માટે લઈ ગયો:અક્ષય

રાણા દગુબટ્ટીને સવારે પોણાછ વાગ્યે રેડિયો-ઇન્ટરવ્યુ માટે લઈ ગયો:અક્ષય

અક્ષયકુમાર એક વખત રેડિયો-ઇન્ટરવ્યુ માટે રાણા દગુબટ્ટીને સવારે પોણાછ વાગ્યે લઈ ગયો હતો. અક્ષયકુમારને પહેલેથી જ સવારે જલદી ઊઠવાની ટેવ છે. તેની આ આદત તે તેના કો-સ્ટાર્સને પણ અપનાવવાનું કહે છે. અક્ષયકુમાર અને રાણાએ ‘બેબી’ અને ‘હાઉસફુલ 4’માં સાથે કામ કર્યું હતું. રેડિયો-ઇન્ટરવ્યુને યાદ કરતાં રાણાએ કહ્યું હતું કે ‘હું મુંબઈ આવ્યો હતો અને મેં અક્ષયકુમાર સાથે કામ કર્યું હતું. મુંબઈને લઈને તમને અલગ પ્રકારની ધારણા હોય છે. મારી અડધી લાઇફ મુંબઈમાં પસાર થઈ છે. હું અક્ષયકુમાર સાથે હતો. મેં તેની સાથે ‘બેબી’ અને ‘હાઉસફુલ’માં સાથે કામ કર્યું હતું. તે મને સવારે પોણાછ વાગ્યે રેડિયો-ઇન્ટરવ્યુ માટે લઈ ગયો હતો.’

bollywood bollywood news bollywood gossips akshay kumar rana daggubati