તો આ માટે અક્ષયકુમારે કિરણ રિજીજુને કહ્યું 'થેન્ક યુ' !

08 May, 2019 12:51 PM IST  |  મુંબઈ

તો આ માટે અક્ષયકુમારે કિરણ રિજીજુને કહ્યું 'થેન્ક યુ' !

અભિનેતા અક્ષયકુમારના મત ન આપવાને લઈ મોટો વિવાદ સર્જાયો. આ ઘટના બાદ તેમની ભારતીય અને કેનેડાની નાગરિક્તાને લઈને પણ સવાલ ઉઠ્યા. આ મામલે અક્ષયકુમારે ટ્વિટ કરીને એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું, જેમાં તેમની પાસે કેનેડિયન પાસપોર્ટ હોવાની કબૂલાત કરી, અને તમામ આરોપો મામલો પોતાનો મત આપ્યો. જો કે હવે આ જ મામલે અક્ષયકુમારને કેન્દ્રીય પ્રધાન કિરણ રિજીજુએ ટેકો આપ્યો છે. જેના બદલે અક્ષયકુમારે રિજીજુનો આભાર માન્યો છે.

 

કિરણ રિજીજુએ ટ્વિટ કરીને અક્ષયકુમારને આ આખાય વિવાદમાં સપોર્ટ કર્યો છે. નાગરિક્તા વિવાદમાં કિરણ રિજીજુએ ટ્વિટ કરીને કહ્યું,'અક્ષય કુમાર જી, કોઈ પણ તમારા દેશપ્રેમ પર સવાલ ન ઉઠાવી શકે. તમારું મોટિવેશન હંમેશા દેશના જવાનો અને સંરક્ષણ દળો માટે પ્રેરણાદાયી રહ્યા છો. જે રીતે તમે 'ભારતના વીર' કાર્યક્રમ દ્વારા શહીદોના પરિવારજનો માટે ફંડ ભેગું કર્યું છે, તે હંમેશા ઈતિહાસમાં દેશપ્રેમી તરીકે શાનદાર ઉદાહરણ પુરુ પાડશે.'

કિરણ રિજીજુના આ ટ્વિટના જવાબમાં અક્ષયકુમારે તેમનો આભાર માન્યો. અક્ષયકુમારે પમ ટ્વિટ કરીને કહ્યું,'થેન્ક્યુ સર, લેટ રિસ્પોન્સ માટે માફી માંગુ છું. તમારા શબ્દો માટે આભારી છું. ભારતના વીર કાર્યક્રમ પ્રત્યે મારી પ્રતિબદ્ધતા મામલે આપ નિશ્ચિંત રહો. ભારતીય સૈન્ય આ જ દ્રઢતા સાથે લડતી રહેશે, ભલે પરિસ્થિતિ ગમે તેવી હોય.'

આ પણ વાંચોઃ આ કચ્છી વ્યક્તિની ફિલ્મો બોક્સ ઓફિસ પર મચાવે છે ધમાલ

ઉલ્લેખનીય છે કે નાગરિક્તા વિવાદને લઈ અક્ષયકુમારે એક સ્ટેટમેન્ટ બહાર પાડ્યું હતું, જેમાં અક્ષયે કહ્યું હતું,'મને સમજાતું નથી કે મારી નાગરિક્તાને લઈ આટલો નકારાત્મક માહોલ બનાવાઈ રહ્યો છે ? મેં ક્યારેય આ વાત ન તો છુપાવી છે, ન તો કેનેડિયન પાસપોર્ટ હોવાની વાત ફગાવી છે. એ પણ સાચી વાત છે કે હું છેલ્લા 7 વર્ષથી કેનેડા ગયો નથી. હું ભારતમાં જ કામ કરું છું અને ભારતમાં જ ટેક્સ ચૂકવું છું. આટલા વર્ષોમાં મારે ક્યારેય ભારત પ્રત્યે પોતાનો પ્રેમ સાબિત કરવાની જરૂર નથી પડી. હું એ વાતથી ખાસ્સો નિરાશ છું કે મારા નાગરિક્તાના મુદ્દાને બિનજરૂરી વિવાદ બનાવાઈ રહ્યો છે. આ એક પર્સનલ, લીગલ અને બિનરાજકીય મુદ્દો છે, જે કોઈના માટે મહત્વનો નથી.'

 

akshay kumar bollywood entertaintment