હું છું લકી: ‘મિશન રાની ગંજ’માં ઍન્જિનિયર જસવંત સિંહના રોલની તક વિશે અક્ષય કુમારે કહ્યું

16 September, 2023 03:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષયકુમાર તેની આગામી ફિલ્મ ‘મિશન રાનીગંજ : ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ’માં એન્જિનિયર જસવંત સિંહ ગિલના રોલમાં દેખાવાનો છે અને આ પાત્ર ભજવવાની તક મળતાં તે પોતાને નસીબદાર માને છે.

મિશન રાનીગંજ

અક્ષયકુમાર તેની આગામી ફિલ્મ ‘મિશન રાનીગંજ : ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ’માં એન્જિનિયર જસવંત સિંહ ગિલના રોલમાં દેખાવાનો છે અને આ પાત્ર ભજવવાની તક મળતાં તે પોતાને નસીબદાર માને છે. ગઈ કાલે એન્જિનિયર્સ ડે હોવાથી અક્ષયકુમારે જસવંત સિંહનું યોગદાનને યાદ કર્યું હતું. આ ફિલ્મ પશ્ચિમ બંગાળના રાનીગંજમાં ઘટેલી વાસ્તવિક ઘટના પર આધારિત છે. ૧૯૮૯ની ૧૩ નવેમ્બરે કોલસાની ખાણમાં ફસાયેલા લગભગ ૬૪ કર્મચારીઓને જસવંત સિંહ ગિલે પોતાના જીવના જોખમે બચાવ્યા હતા. આ આખી ઘટના અને તેમની લાઇફને પડદા પર અક્ષયકુમાર સાકાર કરવાનો છે. આ ફિલ્મ ૬ ઑક્ટોબરે થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મને ટીનુ સુરેશ દેસાઈએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અક્ષયકુમારની સાથે પરિણીતી ચોપડા પણ જોવા મળશે. જસવંત સિંહ ગિલની યુવાનીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી, ‘હૅપી એન્જિનિયર્સ ડે. એન્જિનિયર બનવા માટે જરૂરી એવા સખત સ્ટડીની તો હું કલ્પના સુધ્ધાં નથી કરી શકતો. જોકે મને બહાદુર અને ઇન્ટેલિજન્ટ એન્જિનિયર જસવંત સિંહ ગિલજીનું પાત્ર ‘મિશન રાનીગંજ : ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ’માં ભજવવાની તક મળી છે. મા-બાપની ઇચ્છા પૂરી થઈ ગઈ.’

bollywood news entertainment news akshay kumar