મિશન મંગલની બીજા દિવસે પણ સફળ ઉડાન, કરી આટલી કમાણી

17 August, 2019 02:47 PM IST  | 

મિશન મંગલની બીજા દિવસે પણ સફળ ઉડાન, કરી આટલી કમાણી

અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત મળી છે. 15 ઓગસ્ટે રિલીઝ થયેલી મિશન મંગલે પહેલા દિવસે ધૂમ કમાણી કરતા 29.16 કરોડ પોતના નામે કર્યા હતા જ્યારે બીજા દિવસે પણ ફિલ્મે શાનદાર કમાણી કરી છે. સ્વાતંત્ર્ય દિવસ અને રક્ષાબંધનની રજાના દિવસે રિલીઝ થયેલી ફિલ્મે પહેલા દિવસ પછી બીજા દિવસે પણ રેકોર્ડ કમાણી કરી છે.

મિશન મંગલે રિલીઝના બીજા દિવસે 17.28 કરોડની કમાણી કરી છે. ચાલૂ દિવસ હોવાના કારણે ગુરૂવાર કરતા ફિલ્મની કમાણીમાં ઘટાડો થયો હતો જો કે, અન્ય ફિલ્મોની સરખામણીએ અક્ષય કુમારનું મિશન બીજા દિવસે પણ સફળ રહ્યું છે. વિકેન્ડ પહેલા જ મિશન મંગલે પહેલા અને બીજા દિવસની સાથે કુલ 46.44 કરોડની કમાણી કરી છે. હવે નજર શનિવાર અને રવિવાર પર રહેશે. જો મિશન મંગલ આ જ ઝડપે આગળ વધશે તો માનવામાં આવી રહ્યું છે આ વિકેન્ડમાં 100 કરોડની કમાણી પર પાર કરી શકે છે.

આ પણ વાંચો: Mission Mangal Collection : અક્ષય કુમારની સૌથી મોટી ઓપનીંગ ફિલ્મ બની

ફિલ્મમાં અક્ષય કુમાર અને શર્મન જોશી સાથે લેડી પંચ જોવા મળે છે. મિશન મંગલમાં વિદ્યા બાલન, તાપસી પન્નૂ, સોનાક્ષી સિન્હા, નિથ્યા મેનન, કીર્તિ જોવા મળશે. ઈસરોના અંતરિક્ષમાં ઈતિહાસ બનાવવાની સ્ટોરી પર આધારિત છે. આ ફિલ્મમાં ઈસરોના વૈજ્ઞાનિકો દ્વારા કઈ રીતે વિપરિત પરીસ્થિતિઓમાં મંગળ ગ્રહ પર મંગળયાન મોકલવામાં આવ્યું તે દર્શાવવામાં આવ્યું છે. માત્ર આશરે 450 કરોડના ખર્ચે કઈ રીતે પહેલી જ વારમાં ઈસરોના વૈજ્ઞાનિકોએ ઈતિહાસ રચ્યો તેની સ્ટોરી દર્શાવાઈ છે

akshay kumar box office gujarati mid-day