Housefull 4: બૉક્સ ઑફિસ પર ધમાલ, 3 દિવસમાં 50 કરોડની પાર

28 October, 2019 05:44 PM IST  |  મુંબઈ ડેસ્ક

Housefull 4: બૉક્સ ઑફિસ પર ધમાલ, 3 દિવસમાં 50 કરોડની પાર

અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 4 દિવાળી પર ઠીકઠાક કલેક્શન કર્યું છે. સામાન્ય રીતે દિવાળીના દિવસે સાંજના શૉમાં ફિલ્મોના કલેક્શનમાં ઘટાડો થતો હોય છે, કારણકે દિવાળીના તહેવારની રોનક સાંજે વધારે હોય છે. લોકો પૂજા-પાઠ કરતાં હોય છે. દીવા પ્રગટાવે અને ફટાકડાં ફોડતાં હોય છે. એવામાં સાંજથી રાત સુધીના શૉઝમાં ફૂટફૉલ ઓછો થતો હોય છે. જેની અસર હાઉસફુલ 4 પર પણ જોવા મળી. છતાં ઓપનિંગ વીકેન્ડમાં ફિલ્મે 50 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

27 ઑક્ટોબરના ફિલ્મની રિલીઝનો ત્રીજો દિવસ હતો અને રવિવારે દિવાળી હતી. બોલીવુડ હંગામા પ્રમાણે, ફિલ્મે 15.33 કરોડનું કલેક્શન રવિવારે કર્યું. તેની સાથે હાઉસફુલ 4નું ત્રણ દિવસનું નેટ કલેક્શન 53.22 કરોડ થઈ ગયું છે. 25 ઑક્ટોબરના રિલીઝ થયેલી હાઉસફુલ 4એ 19.08 કરોડની ઓપનિંગ કરી હતી, જ્યારે બીજા દિવસે એટલે કે શનિવારે 18.81 કરોડનું કલેક્શન કર્યું.

હાઉસફુલ 4 આ સીરિઝની સૌથી વધારે ઓપનિંગ કરનારી ફિલ્મ બની ચૂકી છે. જો કે ફિલ્મને ક્રિટિક્સનો મળતો રિસ્પોન્સ મળ્યો છે. મોટા ભાગના ક્રિટિક્સે ફિલ્મને 3થી ઓછા સ્ટાર આપ્યા છે. તો સોશિયલ મીડિયા પર પણ ફિલ્મને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી છે.

સોમવારે હિન્દી બેલ્ટમાં ગોવર્ધન પૂજાની રજા હોવાને કારણે આશા છે કે ઉત્તર ભારતમાં ખાસ તો હિન્દી ભાષી વિસ્તારોમાં ફિલ્મને સારા દર્શકો મળશે. ફિલ્મના કલેક્શન્સ 200 કરોડ સુધી થવાની આશા છે.

હાઉસફુલ 4 એક કૉમેડી ફિલ્મ છે, જેને ફરહાદ સામજીએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં અક્ષય કુમાર સાથે રિતેશ દેશમુખ, બૉબી દેઓલ, ચંકી પાંડે, કૃતિ સેનન, કૃતિ ખરબંદા, પૂજા હેગડે અને જૉની લીવર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્માણ સાજિદ નડિયાદવાલાએ કર્યું છે.

આ પણ વાંચો : વિરુષ્કા, ઝહીર-સાગરિકા, હરભજન-ગીતા હાજર રહ્યા બિગબીની દિવાળી પાર્ટીમાં...

અક્ષયની આ વર્ષે આ ત્રીજી રિલીઝ છે. તેની પહેલી બન્ને ફિલ્મો કેસરી અને મિશન મંગલ બૉક્સ ઑફિસ પર સફળ રહી હતી અને ક્રિટિક્સે પણ વખાણી હતી. મિશન મંગલે 200 કરોડથી પણ વધુનું કલેક્શન બૉક્સ ઑફિસ પર કર્યું અને અક્ષયની પહેલી 200 કરોડની ફિલ્મ બની.

akshay kumar bollywood Housefull 4 bollywood news bollywood gossips