Good Newwz Party Song: વર્ષના અંતમાં 'ગુડ ન્યૂઝ' આપશે અક્ષયકુમાર

25 November, 2019 05:20 PM IST  |  Mumbai

Good Newwz Party Song: વર્ષના અંતમાં 'ગુડ ન્યૂઝ' આપશે અક્ષયકુમાર

Good Newwz

Good Newwz New Song: અક્ષયકુમાર વર્ષના અંતમાં ગુડ ન્યૂઝ આપવા તૈયાર છે. એમની ફિલ્મ 'ગુડ ન્યૂઝ' આવતા મહિને રિલીઝ થવાની છે. હવે 'ગુડ ન્યૂઝ'ના પાર્ટી સૉન્ગનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. એવામાં હવે વર્ષના અંતમાં પાર્ટી કરવા માટે એક નવું પાર્ટી સૉન્ગ મળી જશે. જોકે આ ગીત ક્યારે રિલીઝ કરવામાં આવશે એના વિશે હાલમાં કોઈ અપડેટ નથી.

આ ગીતને લઈને અક્ષયકુમારે ટ્વીટ કર્યું. ગીતનું ટીઝર રિલીઝ કરતા એમણે લખ્યું, સૌથી મોટું પાર્ટી સૉન્ગ મોટા પાર્ટી કરનારા લોકો સાથે આવવાનું છે. અક્ષયે આ ટ્વીટની સાથે જે ટીઝર શૅર કર્યું, એમા ગીતના બોલ 'દિલા દો ઘર... બના લો ઘર' સંભળાઈ રહ્યું છે. આ ગીતમાં કરીના કપૂર અને કિયારા અડવાણી બન્ને ગ્લેમર નજર આવી રહી છે. જ્યાં અક્ષય કુમાર એક ઓવર કોટમાં દેખાઈ રહ્યા છે.

 

 

છેલ્લા કેટલાક સમયથી આ ટ્રેન્ડ જોવા મળ્યો છે કે ગીતની પહેલા એનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આની પહેલા તાજેતરમાં ફિલ્મ 'પતિ પત્ની ઔર વો'ના ગીતનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. બાદ ફિલ્મનું ગીત રિલીઝ કરવામાં આવ્યું. સલમાન ખાન પોતાની ફિલ્મ 'દબંગ 3'ના ગીતની સાથે પણ કઈક આવું જ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે અક્ષયકુમાર વર્ષના અંતમાં પોતાની આ વર્ષની લાસ્ટ ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફિલ્મમાં અક્ષયકુમારની સાથે કરીના કપૂર, દિલજિત દોસાંજ અને કિયારા અડવાણી જોવા મળશે. ફિલ્મની વાર્તા ઈનવર્ટો ફર્ટિલાઈઝેશન એટલે IVFથી થનારી પ્રેગ્નેન્સી પર આધારિત છે. આ ફિલ્મ કરણ જોહરના પ્રોડક્શન હાઉસમાં બની છે. આ ફિલ્મ 27 ડિસેમ્બરે રિલીઝ થશે. હવે જોવું રહેશે કે આ ફિલ્મ દર્શકોને કેટલી પસંદ આવે છે.

akshay kumar kiara advani diljit dosanjh kareena kapoor bollywood news