✕

૮ કલાક કામ કરવાના નિયમને કારણે અક્ષય કુમારને સાઇન કરવાનું ટાળે છે ફિલ્મમેકર્સ?

27 November, 2026 01:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૮ કલાકની શિફ્ટમાં જ કામ કરવાના પોતાના નિયમ વિશે વાત કરતાં અક્ષય કુમારે કહ્યું હતું કે ‘ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં મારા ૮ કલાક કામ કરવાના નિયમ વિશે અનેક પ્રકારની વાતો થાય છે.

અક્ષય કુમાર

બૉલીવુડમાં કલાકારોના કામના કલાકો અને વર્ક-લાઇફ બૅલૅન્સને લઈને અવારનવાર ચર્ચા થતી રહે છે. હવે અક્ષય કુમારે આ મુદ્દે ખુલ્લેઆમ પોતાનો મત રજૂ કર્યો છે. કરણ જોહરના ચૅટ શો ‘કૉફી વિથ કરણ’ની નવમી સીઝનમાં રવિ કિશન સાથે પહોંચેલા અક્ષયે જણાવ્યું હતું કે ૮ કલાકની શિફ્ટમાં કામ કરવાની તેની આદતને કારણે ઘણા મોટા ફિલ્મમેકર્સ તેની સાથે ફિલ્મ કરવામાં ખચકાય છે.

૮ કલાકની શિફ્ટમાં જ કામ કરવાના પોતાના નિયમ વિશે વાત કરતાં અક્ષય કુમારે કહ્યું હતું કે ‘ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં મારા ૮ કલાક કામ કરવાના નિયમ વિશે અનેક પ્રકારની વાતો થાય છે. કેટલાક મોટા ફિલ્મમેકર્સ મને પોતાની ફિલ્મોમાં લેવાનું ટાળે છે, કારણ કે તેમને લાગે છે કે અક્ષય માત્ર ૮ કલાક જ કામ કરે છે. જોકે આ ૮ કલાક દરમ્યાન હું વૅનિટી-વૅનમાં જઈને સમય પસાર કરતો નથી, પણ સતત કૅમેરા સામે કામ કરું છું.  મારું માનવું છે કે દર્શકો કલાકારને પડદા પર તાજગીભર્યો અને સુંદર દેખાતો જોવા માગે છે, થાકેલો નહીં. આ જ કારણસર મેં પોતાના જીવનમાં કામ, ઊંઘ, ફિટનેસ અને પરિવાર માટે અલગ-અલગ સમય નક્કી કર્યો છે. હું ૮ કલાક કામ કરું છું, આઠ કલાક ઊંઘ કરું છું, બે કલાક પોતાની ફિટનેસ માટે ફાળવું છું અને બાકીનો સમય પરિવાર સાથે પસાર કરવાનું પસંદ કરું છું.’

akshay kumar koffee with karan karan johar ravi kishan entertainment news bollywood buzz bollywood controversies bollywood news bollywood gossips bollywood