મિશન મંગલ બનાવવી એ સૌથી મોટું રિસ્ક હતું : અક્ષયકુમાર

18 August, 2019 08:27 AM IST  |  મુંબઈ

મિશન મંગલ બનાવવી એ સૌથી મોટું રિસ્ક હતું : અક્ષયકુમાર

 

મહિલા વૈજ્ઞાનિકોની સ્ટોરી દેખાડતી આ ફિલ્મમાં અક્ષયકુમાર અને શર્મન જોષીની સાથે પાંચ હિરોઈનો વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, કીર્તિ કુલ્હારી અને નિત્યા મેનન જોવા મળી રહ્યાં છે. ફિલ્મ વિશે જણાવતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘અમે જ્યારે આ ફિલ્મ બનાવી રહ્યાં હતાં અને એની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું હતું ત્યારે કેટલાક લોકોએ અમને એ કેટલો બિઝનેસ કરશે એ વિશે સવાલો કર્યા હતા. તેમનું માનવું હતું કે એ ૬૦થી ૭૦ કરોડ સુધી બિઝનેસ કરશે કારણ કે આવા પ્રકારની ફિલ્મો બનાવવામાં નથી આવતી. એ વિશે કોઈ જાણતું પણ નથી. અમારા માટે આ એક મોટું રિસ્ક હતું. મને કોઈ અંદાજ નહતો કે ફિલ્મ કેટલી આગળ વધશે અને સાયન્સ પર લોકો કેવી પ્રતિક્રિયા આપશે. જોકે જોખમ ખેડવું એ અમને લેખે લાગ્યું હોય એવું લાગી રહ્યું છે.’

ફિલ્મને મળી રહેલાં પ્રતિસાદ પર અક્ષયકુમારે કહ્યું હતું કે ‘હું ખુશ છું કે આ ફિલ્મ લોકોને પસંદ પડી રહી છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવા વિષયની ફિલ્મ માટે દ્વાર ઉઘડી ગયા છે. હૉલીવુડમાં સાયન્સ પર ૧૪થી ૧૫ ફિલ્મો બનાવવામાં આવે છે. જોકે અમારી પહેલી આવી ફિલ્મ છે. મેં સાયન્સ પર આ ફિલ્મ બનાવી છે. હવે આવી અનેક ફિલ્મો બનવાની શરૂઆત થશે.

આ પણ વાંચોઃ આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી....

બાળકો આ ફિલ્મ જુએ છે. તેઓ પોતાનાં પેરન્ટ્સને ખેંચીને લઈ જાય છે. એનાથી તેમને પણ જા‌ણવા મળ્યું છે કે મંગળ પર સેટેલાઇટ મોકલતી વખતે કેવા પ્રકારની તૈયારીઓ કરવી પડે છે. અમારો ઉદ્દેશ હતો કે ફિલ્મ દ્વારા સાયન્સને સરળતાથી સમજાવવામાં આવે. જોકે અત્યાર સુધી તો હું પણ એ બાબતથી અજાણ હતો. ફિલ્મની સ્ટોરી એટલી સિસ્ટેમેટિક રીતે કહેવામાં આવી છે કે મને પણ સમજમાં આવી છે.’

akshay kumar vidya balan taapsee pannu entertaintment