29 May, 2025 08:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર
અક્ષય કુમાર વારંવાર મહાન કૉમેડિયન ચાર્લી ચૅપ્લિન પ્રત્યે અહોભાવ વ્યક્ત કરે છે. હાલમાં તેણે પોતાની કૉમેડી ફિલ્મ ‘હાઉસફુલ 5’ના ટ્રેલર-લૉન્ચ દરમિયાન ફરી એક વાર ચાર્લી પ્રત્યેના પોતાના પ્રેમ વિશે વાત કરી અને જણાવ્યું કે તે તેમનો ફોટો પોતાના વૉલેટમાં રાખે છે.
ઇવેન્ટ દરમિયાન જ્યારે મીડિયાએ ‘હાઉસફુલ 5’માં કરવામાં આવેલી કૉમેડીની વાત કરી તો અક્ષય કુમારે કહ્યું, ‘જો હું ભૂલ ન કરું તો કૉમેડી કરવાનું સરળ નથી. નાનાસાહેબ, રિતેશ અને અભિષેકે ઘણીબધી કૉમેડી ફિલ્મો કરી છે. હું ચાર્લી ચૅપ્લિનનો ખૂબ મોટો ચાહક છું.’ ત્યાર પછી અક્ષયે પત્રકારોને પૂછ્યું કે શું તેઓ તેમના વૉલેટમાં રાખેલો ચાર્લીનો ફોટો જોવા માગે છે? મીડિયાએ એકસાથે ‘હા’ કહી એ પછી અક્ષયે પોતાના વૉલેટમાંથી ચાર્લી ચૅપ્લિનનો ફોટો કાઢી બતાવ્યો હતો.