અક્ષય કુમારનો દીકરો ક્રિકેટને પ્રેમ નહીં પણ કરે છે નફરત, જાણો કારણ

15 July, 2019 07:19 PM IST  |  મુંબઈ ડેસ્ક

અક્ષય કુમારનો દીકરો ક્રિકેટને પ્રેમ નહીં પણ કરે છે નફરત, જાણો કારણ

અક્ષય કુમાર સાથે પુત્ર આરવ કુમાર

બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર ક્રિકેટનો ખૂબ જ મોટો ચાહક છે, જ્યારે તેનો દીકરો આરવ કુમારને ક્રિકેટ પ્રત્યે નફરત છે. આ વાતનો ખુલાસો અક્ષય કુમારે પોતે કર્યો છે. તાજેતરમાં જ અક્ષય કુમાર વર્લ્ડ કપ 2019ના ફાઈનલ મેચમાં સ્ટુડિયોમાં જોવા મળ્યા હતા જ્યાં તેણે ક્રિકેટ સાથે જોડાયેલી તમામ બાબતો વિશે વાત કરી અને પોતાના દીકરા વિશે પણ આ વાતનો ખુલાસો કર્યો.

અક્ષયે જણાવ્યું કે, મારા દીકરા આરવને ક્રિકેટ બિલકુલ પસંદ નથી, પણ દીકરી નિતારાને ખૂબ જ ગમે છે. તે ફક્ત 6 વર્ષની છે પણ તેને ક્રિકેટ ખૂબ જ પ્રિય છે. આરવને ક્રિકેટથી નફરત છે કારણકે હું ખૂબ જ ક્રિકેટ જોઉં છું. પણ નિતારાને મારું ક્રિકેટ જોવું ખૂબ જ ગમે છે કારણ કે આ બહાને તે પણ ક્રિકેટ જોઈ શકે છે.

અક્ષયે પોતાના જૂના દિવસો યાદ કરતાં કહ્યું તે, હું મારા સ્કૂલના દિવસોમાં ક્રિકેટ રમતો હતો. સામાન્ય રીતે લોકોને તેમની બેટિંગ અને બોલિંગ સ્કિલ્સને કારણે પસંદ કરવામાં આવતાં હોય છે, પણ મારું ચયન મારી ફિલ્ડિંગ માટે કરવામાં આવતું હતું. લોકો કહેતા હતા કે છોકરો ફિલ્ડિંગ માટે જ બન્યો છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમારની ફિલ્મ આ 15મી ઑગસ્ટે રિલીઝ થવાની છે. આ સિવાય અક્ષય કુમાર આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારો એકમાત્ર સ્ટાર છે. થોડાંક દિવસો પહેલાં ફોર્બ્સની લિસ્ટ જાહેર થઈ છે જેમાં આ વિશે જણાવાયું છે.

આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

જણાવીએ કે આ લિસ્ટમાં એક સમય હતો જ્યારે બોલીવુડના જાણીતાં અભિનેતાઓ અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન. સલમાન ખાન અને અક્ષય કુમાર એમ ચાર અભિનેતાઓ સામેલ થતાં હતા. પણ આ વર્ષે આ લિસ્ટમાં ફક્ત અક્ષય કુમાર જ છે.

akshay kumar bollywood bollywood events bollywood gossips bollywood news