અક્ષયની ફિલ્મનું નામ લક્ષ્મી બૉમ્બ કેમ રાખ્યું? મેકર્સે કર્યો ખુલાસો

17 October, 2020 07:52 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અક્ષયની ફિલ્મનું નામ લક્ષ્મી બૉમ્બ કેમ રાખ્યું? મેકર્સે કર્યો ખુલાસો

અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મ લક્ષ્મી બૉમ્બ (Laxmmi Bomb) રિલીઝ પહેલા જ અનેક વિવાદોમાં ફસાયેલી છે. એક તરફ આરોપ મૂકવામાં આવી રહ્યા છે કે ફિલ્મ દ્વારા લવ જેહાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ ફિલ્મના નામને લઈને નવો વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા (Social Media) પર અક્ષય કુમાર (Akshay Kumar)ની લક્ષ્મી બૉમ્બ (Demand For Ban on Laxmmi Bomb)ને બૅન કરવાની માગ ઉઠી રહી છે. આ દરમિયાન ફિલ્મના ડિરેક્ટરે લક્ષ્મી બૉમ્બના ટાઇટલને લઈને સ્ટોરી જણાવી છે.

લક્ષ્મી બૉમ્બ ટાઇટલ કેમ રાખવામાં આવ્યું?
લક્ષ્મી બૉમ્બ સાઉથની ફિલ્મ કંચનાની રીમેક છે. કારણકે બન્નેના ડિરેક્ટર પણ એ જ છે, એવામાં પ્રશ્ન એ છે કે રીમેકમાં કંચનાનું નામ બદલીને લક્ષ્મી બૉમ્બ કેમ રાખવામાં આવ્યું. હવે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન ડિરેક્ટર રાઘવ લૉરેન્સે આનો જવાબ આપ્યો છે. તે કહે છે કે, અમારી તામિળ ફિલ્મનું નામ કંચના મુખ્ય પાત્રને આધારે રાખવામાં આવ્યું હતું. કંચનાનો અર્થ થાય છે સોનું. હવે સોનું પણ લક્ષ્મીનું જ એક સ્વરૂપ છે. એવામાં જ્યારે અમે ફિલ્મની હિન્દી રિમેક બનાવી રહ્યા હતા, ત્યારે મગજમાં એ જ ચાલતું હતું કે નામ એવું હોવું જોઇએ જેની સાથે હિન્દી બોલનારા પણ રિલેટ કરી શખે. એટલે ફિલ્મ ટાઇટલમાં લક્ષ્મી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો.

bollywood akshay kumar bollywood news entertainment news