Mission Mangal ની સફળતા પછી પણ કેમ ડરી રહ્યાં છે અક્ષય કુમાર

22 August, 2019 02:43 PM IST  | 

Mission Mangal ની સફળતા પછી પણ કેમ ડરી રહ્યાં છે અક્ષય કુમાર

બોલીવુડ સ્ટાર અક્ષય કુમારની હાલમાં જ રીલિઝ થયેલી મિશન મંગલ બોક્સ ઓફિસમાં કમાણીના રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મે રિલીઝના સાત દિવસમાં કમાણી 120 કરોડની પાર પહોંચી ગઈ છે. મિશન મંગલ અક્ષય કુમારની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મની સાથે સૌથી ઝડપી 100 કરોડ ક્લબમાં સામેલ થનારી ફિલ્મ બની ગઈ છે. આટલી સફળતા પછી પણ અક્ષય કુમારને લાગી રહ્યું છે કે તેમણે ફિલ્મમાં જેટલી ઈજ્જત મેળવી છે તે બધી જતી રહેશે અને કારણ છે તેમની આવનારી ફિલ્મ હાઉસફૂલ 4.

અક્ષય કુમારે બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાના ડરનો ખુલાસો કર્યો છે. ઈન્ટરવ્યૂમાં અક્ષય કુમારને પૂછવામાં આવ્યું હતું કે, તેણે સામાજીક સંદેશ આપવા વાળી ફિલ્મોમાં ટાઈપ કાસ્ટ થવાનો ડર નથી? અક્ષય કુમાર કઈ પણ કહે તે પહેલા જ વિદ્યા બાલને કહ્યું કે, અક્ષયની આગળની ફિલ્મ હાઉસફૂલ તેમને ટાઈપ કાસ્ટ કરશે તે એક સામાજીક સંદેશ આપનારી ફિલ્મ પણ છે. આ જવાબ પર અક્ષય કુમારે મજાકિયા અંદાજમાં કહ્યું કે જેટલી ઈજ્જત કમાઈ છે તે બધી જ હાઉસફૂલ 4માં નીકળી જશે.

આ પણ વાંચો: કાર્તિક આર્યનને પીક અપ કરવા માટે પહોંચી સારા અલી ખાન

હાઉસફૂલ 4ને ફરહાદ સામજી ડિરેક્ટ કરી રહ્યાં છે જેમણે અક્ષય કુમારને 'એન્ટરટેન્મેન્ટ'માં સૌથી પહેલા ડિરેકેટ કર્યો હતો. ફરહાદ અને અક્ષયે હાઉસફૂલ 3માં પણ સાથે કામ કર્યું છે. હાઉસફૂલ 4માં રિતેશ દેશમુખ, બોબી દેઓલ, કૃતિ સેનન, પૂજા હેગડે અને રાણા દગ્ગુબાટી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ દિવાળી 2019માં રિલઈઝ થશે. અક્ષયની આ વર્ષની ત્રીજી ફિલ્મ છે. કેસરી, મિશન મંગલ પછી અક્ષય કુમાર હાઉસફૂલ 4માં દેખાશે.

akshay kumar bollywood gossips gujarati mid-day