પ્રોટેક્ટિવ પપ્પા અક્ષયકુમાર

19 June, 2025 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીકરી નિતારાને ફોટોગ્રાફરથી બચાવવા તેનું ગળું પકડી લીધું, પણ પછી માફી માગી

ઍરપોર્ટ પર ટ‍્વિન્કલ અને નિતારા સાથે અક્ષય

અક્ષય કુમાર સતત કામમાં વ્યસ્ત રહે છે, પરંતુ આ બધાની વચ્ચે તે પોતાના પરિવાર માટે સમય કાઢવાનું ચૂકતો નથી. હાલમાં અક્ષય પત્ની ટ્વિન્કલ ખન્ના અને દીકરી નિતારા સાથે ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો. તે ફૅમિલી-ટ્રિપ માટે ઍરપોર્ટ પહોંચ્યો હતો. અક્ષય જેવો ઍરપોર્ટ પહોંચ્યો કે તરત ફોટોગ્રાફર્સે તેને ક્લિક કરવાનું શરૂ કરી દીધું. અક્ષય આ ફોટોગ્રાફર્સથી દીકરી નિતારાને બચાવવા માગતો હતો અને આ કારણે જ ફોટોગ્રાફર્સ તસવીરો ક્લિક કરવાની શરૂઆત કરે છે ત્યારે ટ્વિન્કલ તરત જ નિતારાને બીજી બાજુ જવાનો ઇશારો કરે છે. આ દરમ્યાન એક ફોટોગ્રાફર નિતારાની તસવીર લેવા નજીક આવે છે ત્યારે અક્ષય તેને હળવેકથી ગળાથી પકડીને નમ્રતાથી પાછળ કરી દે છે. આ પછી  ટ્વિન્કલ અને નિતારા ઍરપોર્ટમાં દાખલ થઈ જાય છે અને અક્ષય કુમાર તેના વર્તન બદલ ફોટોગ્રાફરની માફી પણ માગે છે.

akshay kumar twinkle khanna entertainment news bollywood bollywood news