‘બડે મિયાં છોટે મિયાં’ના સેટ પર ઇન્જર્ડ થયો અક્ષયકુમાર?

26 March, 2023 05:03 PM IST  |  Mumbai | Gaurang Vyas

આ ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ પણ ઍક્શન કરતો જોવા મળશે.

અક્ષય કુમાર

અક્ષયકુમારને ‘બડે મિયાં છોટે મિયાં’ના સેટ પર ઍક્શન-સીક્વન્સ કરતી વખતે ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ પણ ઍક્શન કરતો જોવા મળશે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ સ્કૉટલૅન્ડમાં ચાલી રહ્યું છે. ફિલ્મને જૅકી ભગનાણી અને દીપશિખા દેશમુખે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરી રહ્યો છે. સ્કૉટલૅન્ડમાં ચાલી રહેલા શૂટિંગ દરમ્યાન અક્ષયકુમાર જાતે સ્ટન્ટ્સ પર્ફોર્મ કરી રહ્યો હતો એ દરમ્યાન તે ઇન્જર્ડ થયો હતો. ટાઇગર સાથે તે ઍક્શન-સીક્વન્સ શૂટ કરી રહ્યો હતો એ વખતે અક્ષયકુમારને જમણા ઘૂંટણમાં ઈજા થઈ હતી. એટલે થોડા સમય માટે એનું શૂટિંગ બંધ રાખવામાં આવ્યું હતું, પણ અક્ષયકુમારે ક્લોઝ-અપ સીક્વન્સ શૂટ કરી હતી, જેથી સ્કૉટલૅન્ડનું શેડ્યુલ પૂરું કરવામાં 
મોડું ન થાય. જોકે ઈજા વિશે હજી સુધી કોઈ ઑફિશ્યલ જાહેરાત નથી કરવામાં આવી.

entertainment news bollywood news bollywood gossips bollywood akshay kumar