Padman બાદ અક્ષયકુમારની આ ફિલ્મ જાપાનમાં મચાવશે ધૂમ

24 June, 2019 05:34 PM IST  |  મુંબઈ

Padman બાદ અક્ષયકુમારની આ ફિલ્મ જાપાનમાં મચાવશે ધૂમ

અક્ષયકુમાર

ઘરેલૂ બૉક્સ ઑફિસ પર શાનદાર કમાણી કરનારી અક્ષયકુમારની ફિલ્મ કેસરી હવે જાપાન બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવાની છે. અક્ષયે એની જાણકારી ટ્વિટ દ્વારા આપી છે અને જણાવ્યુ કે ફિલ્મ ઑગસ્ટમાં રિલીઝ થવાની છે.

અક્ષયે જાપાનની ભાષામાં પોસ્ટર શૅર કર્યું અને લખ્યું- 21 બહાદુર સૈનિકો અને 10 હજાર આક્રમણકારોની વચ્ચે લડાયેલા સૌથી પરાક્રમી યુદ્ધ પર આધારિત ફિલ્મ કેસરી 16 ઑગસ્ટે જાપાન જીતવા જઈ રહી છઝે. અનુરાગ સિંહ નિર્દેશિત કેસરી આ વર્ષ 22 માર્ચે રિલીઝ થઈ હતી અને હિટ રહી હતી. ફિલ્મે 21.06 કરોડની ઓપનિંગ લીધી હતી અને 153 કરોડ રૂપિયાનું લાઈફ ટાઈમ કલેક્શન ઘરેલૂ બૉક્સ ઑફિસ પર કર્યુ હતું.

આ પણ વાંચો : Dostana 2માં નજર આવશે જાન્હવી, જૉન અને રાજકુમાર રાવ

કેસરી ઈતિહાસ પ્રસિદ્ધ Battle Of Saragarhi પર આધારિત ફિલ્મ છે. અક્ષયકુમારે હવલદાર ઈશ્વર સિંહનું પાત્ર ભજવ્યું હતું, જે બ્રિટિશ આર્મીની સિખ રેજીમેન્ટના સૈનિક હોય છે. 21 સિખ લડવૈયાઓએ 10 હજાર સિખનો સામનો કરતા એમને હિન્દુસ્તાની સરહદમાં દાખલ થવાથી રોક્યા હતા. બધા સૈનિક શહીદ થયા હતા, પમ 21ના મુકાબલે 10 હજારની લડાઈ માટે એમને આજે પણ યાદ કરવામાં આવે ચે. વાત કરીએ પૅડમેનની તો જાપાનમાઆ ફિલ્મે લગભગ 6 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો.

akshay kumar parineeti chopra bollywood news