✕

અક્ષય કુમારની પહેલી સાયન્સ ફિક્શન ફિલ્મ સમુક આવતા વર્ષે ૨૮ મેએ થશે રિલીઝ

17 November, 2026 12:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘સમુક’ના મોશન પોસ્ટરમાં એક રહસ્યમય હાથ જોવા મળે છે અને બૅકગ્રાઉન્ડમાં ડરામણો અવાજ પણ સંભળાય છે. ત્યાર બાદ અક્ષય કુમાર દમદાર મિલિટરી લુકમાં જોવા મળે છે. તેના હાથમાં રાઇફલ છે. આ સાથે ફિલ્મની ટૅગલાઇન પણ જાહેર કરવામાં આવી છે.

અક્ષય કુમાર અને બનિતા બંધુ

અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ ‘સમુક’ દ્વારા પહેલી વાર સાયન્સ ફિક્શનની દુનિયામાં પગ મૂકવા જઈ રહ્યો છે. ફિલ્મની વાર્તા સર્વાઇવલ અને ઍક્શનથી ભરપૂર થ્રિલર હશે. ગઈ કાલે ‌ફિલ્મમેકરોએ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. આ સાથે ફિલ્મની રિલીઝ-ડેટની પણ જાહેરાત કરવામાં આવી છે.

‘સમુક’ના મોશન પોસ્ટરમાં એક રહસ્યમય હાથ જોવા મળે છે અને બૅકગ્રાઉન્ડમાં ડરામણો અવાજ પણ સંભળાય છે. ત્યાર બાદ અક્ષય કુમાર દમદાર મિલિટરી લુકમાં જોવા મળે છે. તેના હાથમાં રાઇફલ છે. આ સાથે ફિલ્મની ટૅગલાઇન પણ જાહેર કરવામાં આવી છે : ‘ધ મિશન ઇઝ હ્યુમન બટ ધી એનિમી ઇઝ નૉટ’. આ ટૅગલાઇન પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ફિલ્મમાં માનવીઓએ કોઈ અજાણ્યા ખતરાથી પોતાનો જીવ બચાવવાનો પડકાર ઝીલવો પડશે. આ સાથે જ ‌ફિલ્મમેકરોએ જાહેરાત કરી છે કે ‘સમુક’ આવતા વર્ષે ૨૮ મેએ રિલીઝ કરવામાં આવશે.

‘સમુક’માં અક્ષય સાથે જોવા મળશે બ‌નિતા સંધુ

૨૦૧૮માં આવેલી વરુણ ધવનની ‌ફિલ્મ ‘આૅક્ટોબર’થી બૉલીવુડમાં પ્રવેશેલી બ‌નિતા સંધુ ‘સમુક’માં જોવા મળશે. બ‌નિતાએ ‘સરદાર ઉધમ’માં ‌વિકી કૌશલ સાથે પણ કામ કર્યું છે. બ‌નિતા ગયા વર્ષે ‘‌ડિટે‌ક્ટિવ શે‌‌ર‌દિલ’માં પણ જોવા મળી હતી જેમાં ‌દિલ‌જિત દોસાંઝ, ડાયના પેન્ટી હતાં. આ વર્ષે તે ‘મૈં વાપસ આઉંગા’માં ‌દિલ‌જિત દોસાંઝના પાત્ર ‌નિર્વૈરની ગર્લફ્રેન્ડ કાવેરી તરીકે દેખાઈ હતી. આ ‌ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, શર્વરી અને વેદાંગ રૈના મુખ્ય ભૂ‌મિકામાં હતાં.

akshay kumar upcoming movie indian army entertainment news bollywood news bollywood buzz bollywood gossips bollywood