મુંબઈ પોલીસ માટે હેલ્થ ટ્રૅકિંગ ડિવાઇસ ડોનેટ કર્યાં અક્ષયકુમારે

02 August, 2020 06:54 PM IST  |  Mumbai Desk | Agencies

મુંબઈ પોલીસ માટે હેલ્થ ટ્રૅકિંગ ડિવાઇસ ડોનેટ કર્યાં અક્ષયકુમારે

મુંબઈ પોલીસ માટે હેલ્થ ટ્રૅકિંગ ડિવાઇસ ડોનેટ કર્યાં અક્ષયકુમારે

અક્ષયકુમારે મુંબઈ પોલીસના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતાં તેમને માટે ૧૦૦૦ હેલ્થ ટ્રૅકિંગ ડિવાઇસ ડોનેટ કર્યાં છે. અગાઉ તેણે નાશિક પોલીસને પણ આ ડિવાઇસ ડોનેટ કર્યાં હતાં. કોરોનાના જંગમાં અક્ષયકુમારે ઘણી બધી મદદ કરી છે. આ GOQii ડિવાઇસ આપણા યોદ્ધાઓનું ઑક્સિજન, શરીરનું તાપમાન અને હાર્ટબીટ્સની સતત માહિતી આપશે. એ વિશેની માહિતી ટ્વિટર પર આપતાં આદિત્ય ઠાકરેએ ટ્વીટ કર્યું હતું કે ‘અક્ષયજી હંમેશાં આપણા દેશની સેના અને વિવિધ રાજ્યોનાં પોલીસને સપોર્ટ કરે છે. કોરોના-વૉરિયર્સ માટે તેમણે જે ચિંતા દેખાડી છે એને લઈને હું તેમનો આભારી છું. સાથે જ અમે આ ટ્રૅકર્સ બીએમસીને આપવા માટે પણ ચર્ચા કરી છે. આજે અક્ષયકુમારજીએ ફિટનેસ-હેલ્થ ટ્રૅકિંગ ડિવાઇસ મુંબઈ પોલીસને સોંપ્યાં છે. એ ડિવાઇસ ઑક્સિજન, શરીરનું તાપમાન અને હાર્ટ-રેટ માપે છે. એનાથી કોરોના સામે લડવામાં મદદ મળશે. ગયા મહિને અક્ષયજીએ નાશિક પોલીસને પણ આ ડિવાઇસ આપ્યાં હતાં.’

bollywood bollywood gossips bollywood news akshay kumar mumbai police