નવો દિવસ, નવી શરૂઆત

17 April, 2024 06:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બડે મિયાં છોટે મિયાંની નિષ્ફળતાને સાઇડ પર મૂકી પ્રભાસ અને મોહનલાલ સાથેની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું અક્ષયકુમારે

અક્ષયકુમાર , પ્રભાસ , મોહનલાલ

અક્ષયકુમારે તેની ‘બડે મિયાં છોટે મિયાં’ને સાઇડ પર મૂકીને તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. તે હવે તેલુગુ ફિલ્મ ‘કન્નપ્પા’નું શૂટિંગ હૈદરાબાદમાં કરી રહ્યો છે. આ ફિલ્મમાં વિષ્ણુ મંચુ ટાઇટલ રોલમાં છે. આ ફિલ્મમાં અક્ષયકુમારની સાથે પ્રભાસ અને મોહનલાલ પણ જોવા મળશે. અક્ષયકુમાર આ ફિલ્મમાં ક્લાઇમૅક્સમાં જોવા મળશે. તેનું પાત્ર મહત્ત્વનું છે અને તેની એન્ટ્રીથી ફિલ્મમાં ટ્વિસ્ટ પણ આવશે. આ ફિલ્મમાં કોરિયોગ્રાફી પ્રભુ દેવાએ કરી છે. આથી ફિલ્મમાં અક્ષયકુમાર પ્રમોશનલ સૉન્ગમાં પણ જોવા મળે તો નવાઈ નહીં, કારણ કે તેમણે બન્નેએ અગાઉ ‘રાઉડી રાઠોડ’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને અક્ષયકુમાર સાથે ક્લાઇમૅક્સનું શૂટિંગ ચાલી રહ્યું છે, જેની માહિતી વિષ્ણુ મંચુએ પોતે આપી છે.

akshay kumar tiger shroff prabhas