Mission Mangal:પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારનો ફોન પર અક્ષયે કરી આ હરકત

14 August, 2019 08:51 PM IST  |  મુંબઈ ડેસ્ક

Mission Mangal:પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારનો ફોન પર અક્ષયે કરી આ હરકત

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મિશન મંગલની ટીમ (તસવીર સૌજન્ય વિરલ ભાયાણી ઇન્સ્ટાગ્રામ વીડિયો)

અક્ષય કુમાર પોતાના એક્શન અંદાજની સાથે સાથે પ્રેન્ક્સ માટે પણ જાણીતાં છે. હાલ તે પોતાની ફિલ્મ મિશન મંગલના પ્રચારમાં વ્યસ્ત છે. આ ફિલ્મને લઇને તે પોતાની સ્ટાર કાસ્ટને જાણે કે ઇન્ડિયા ટૂર પર નીકળ્યા છે જ્યાં તે જુદી જુદી જગ્યાએ જઈને લોકોને આ ફિલ્મ વિશે જણાવે છે. તાજેતરમાં જ આ ફિલ્મને લઈને અક્ષય કુમારે નિર્દેશક જગન શક્તિ અને સાથે જ પોતાના ફિમેલ કો સ્ટાર સાથે એક પ્રેસ કૉન્ફરન્સ અટેન્ડ કરી હતી.

આ પ્રેસ કૉન્ફરન્સનો એક મજેદાર કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઇન્ટરનેટ પર વાયરલ થતાં આ એક વીડિયોમાં જોવા મળ્યું છે કે મીડિયા સાથે વાતચીત દરમિયા અક્ષયની સામે રહેલા એક રિપોર્ટરનો ફોન વાગવા લાગ્યો, એવામાં અક્ષયે પોતે ફોન ઉપાડીને તેનો જવાબ આપી દીધો.

આ પણ વાંચો : નેહા ભાનુશાલી: જિંદગીના દરેક મુકામ પર સંઘર્ષ કરીને મેળવી સફળતા

અક્ષયે કહ્યું, "હેલો નમસ્કાર. અમે અહીં પ્રેસ કૉન્ફરન્સમાં છીએ. હું અક્ષય કુમાર વાત કરું છું." ત્યાર બાદ અક્ષયે ફોન કાપીને ફરી તેની જગ્યાએ મૂકી દીધો. અક્ષયના આ વર્તનથી ત્યાં રહેલા બધાં મીડિયાકર્મીઓ દંગ રહી ગયા અને જોર જોરથી હસવા લાગ્યા.

ઇન્ટરનેટ પર આ વીડિયોને લઈને ચાહકો પણ ચર્ચા કરી રહ્યા છે. જણાવીએ કે ફિલ્મ 'મિશન મંગલ'માં વિદ્યા બાલન, તાપસી પન્નૂ, કીર્તિ કુલ્હારી અને નિત્યા મેનન સાથે દેખાશે. આ ફિલ્મ 15 ઑગસ્ટના રિલીઝ થશે.

akshay kumar taapsee pannu vidya balan bollywood bollywood events bollywood gossips bollywood news