અક્ષયે આગામી ફિલ્મ 'બેલ બૉટમ'ની જાહેરાત સાથે ફર્સ્ટ લૂક કર્યો રિલીઝ

11 November, 2019 03:07 PM IST  |  Mumbai Desk

અક્ષયે આગામી ફિલ્મ 'બેલ બૉટમ'ની જાહેરાત સાથે ફર્સ્ટ લૂક કર્યો રિલીઝ

અભિનેતા અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મનું ફર્સ્ટ લૂક રિલીઝ કરી દીધો છે. આ ફિલ્મનું નામ 'બેલ બૉટમ' છે. ફિલ્મની સ્ટોરી 80ના દાયકાની છે. રણજિત તિવરીના નિર્દેશનમાં બનતી આ ફિલ્મ 2021માં 22 જાન્યુઆરીના રિલીઝ થશે. ફિલ્મના ફર્સ્ટ લૂકમાં અક્ષય કુમાર બેલ બૉટમ પહેરેલો જોવા મળે છે અને આ લૂકમાં હકીકતે કંઇક અલગ જ દેખાય છે.

રિપોર્ટ્સ પ્રમાણે આ ફિલ્મને કન્નડની એક સુપરહિટ મૂવીની રિમેક માનવામાં આવી રહી છે. પણ અક્ષય કુમારે આવી બધી ચર્ચાઓને નકારી છે. ફિલ્મની સ્ક્રીપ્ટ પર હજી પણ કામ ચાલૂ છે અને આની શૂટિંગ વર્ષના અંત સુધીમાં શરૂ થવાની આશા છે.

ફિલ્મને વાશુ ભગનાની, જેકી ભગનાની અને દીપશિખા દેશમુખ પ્રૉડ્યૂસ કરી રહ્યા છે. ફિલ્મને એક સત્ય ઘટના પર આધારિત માનવામાં આવી રહી છે. અક્ષય કુમારની આગામી ફિલ્મોની વાત કરીએ તો આમાં ગુડ ન્યૂઝ, સૂર્યવંશી અને લક્ષ્મી બૉમ્બ જેવી ફિલ્મોનું નામ છે.

આ પણ વાંચો : કેઝ્યુઅલ આઉટિંગ માટે આ ગુજરાતી અભિનેત્રીઓના લૂક્સને કરો ટ્રાય,લાગશો એકદમ સ્ટનિંગ

આ પહેલા અક્ષય કુમાર સ્ટારર હાઉસફુલ-4 મોટા પડદા પર જબરજસ્ત કમાણી કરી રહી છે. ફિલ્મે અત્યાર સુધી 150 કરોડ રૂપિયાથી વધારે કમાણી કરી લીધી છે. આમાં અક્ષય કુમાર સાથે બૉબી દેઓલ અને રિતેશ દેશમુખ છે. ફિલ્મમાં કૉમેડીનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પણ તેની દર્શકો પર એટલી બધી અસર થઈ નથી.

akshay kumar bollywood bollywood news bollywood gossips