OTT પર રેકૉર્ડ બનાવનારી અક્ષયની ફિલ્મ Laxmii ઓવરસીઝમાં બેહાલ

17 November, 2020 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

OTT પર રેકૉર્ડ બનાવનારી અક્ષયની ફિલ્મ Laxmii ઓવરસીઝમાં બેહાલ

લક્ષ્મી

અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મ લક્ષ્મી (Movie Laxmii) 9 નવેમ્બરના ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર (Disney plus Hotstar) પર રિલીઝ થઈ ગઈ. ફિલ્મની ઓપનિંગને લઈને દાવો કરવામાં આવ્યો છે કે ઓટીટી પ્લેટફૉર્મ (OTT Plateform) પર આ ફિલ્મે સૌથી વધુ વ્યૂઅરશિપનો રેકૉર્ડ બનાવ્યો છે. ફિલ્મ ઓવરસીઝમાં સિનેમાઘરોમાં પણ રિલીઝ થઈ છે, પણ ત્યાંથી બૉક્સ ઑફિસ કલેક્શન (Box Office Collection) રિપૉર્ટ ઉત્સાહિત કરનારી નથી.

લક્ષ્મી હૉરર-કૉમેડી ફિલ્મ છે, જેને રાઘવ લૉરેન્સ નિર્દેશિત કરી. આ તામિલ ફિલ્મ મુનિ2- કંચનાની રિમેક છે. કિયારા અડવાણી ફીમેલ લીડમાં છે. લક્ષ્મી વર્ષ 2020ની બહુપ્રતીક્ષિત ફિલ્મોમાં સામેલ હતી. જો, કોરોનાવાયરસ પેન્ડેમિક ન હોત તો ફિલ્મ ઇદ પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ હોત. પેન્ડેમિકને કારણે સિનેમાઘરો બંધ હોવાને કારણે મેકર્સને આ ફિલ્મ ઓટીટી પ્લેટફૉર્મ પર રિલીઝ કરવી પડી.

કોઇક સ્ટ્રીમિંગ પ્લેટફૉર્મ પર રિલીઝ થનારી અક્ષયની આ પહેલી ફિલ્મ છે. 9 નવેમ્બરના સોમવારના દિવસે રિલીઝ થયેલી ફિલ્મ લક્ષ્મીએ ઓટીટી પ્લેટફૉર્મ પર ઓપનિંગનો રેકૉર્ડ બનાવ્યો. બૉક્સ ઑફિસ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, ફિલ્મે 37 લાખ વ્યૂઝ મેળવ્યા હતા, જે ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થયેલી ફિલ્મ દિલ બેચારાના વ્યૂઝ કરતા ખૂબ જ વધારે છે. દિલ બેચારાને 23 લાખ વ્યૂઝ મળ્યા હતા. નોંધનીય છે કે દિલ બેચારા ડિઝ્ની પ્લસ હૉટસ્ટારે ફ્રીમાં બતાવી હતી, જ્યારે લક્ષ્મી ફક્ત સબ્સ્ક્રિપ્શન ધરાવતા લોકોએ જ જોઇ.

લક્ષ્મી, દેશમાં કોઇપણ સિનેમાહૉલમાં રિલીઝ કરવામાં નથી આવી, પણ ઓવરસીઝમાં ફિલ્મો કેટલાક મોટા પડદે જોવા મળી, યૂએઇ, ઑસ્ટ્રોલિયા, ન્યૂઝીલેન્ડ, ફિઝી અને પાપુઆ ન્યૂ ગુએનામાં ફિલ્મ 9 નવેમ્બરના રિલીઝ થઈ હતી. માર્ચમાં વિશ્વભરમાં કોરોનાવાયરસ પેન્ડેમિક પછી ઓવરસીઝમાં રિલીઝ થનારી લક્ષ્મી પહેલી મોટી ભારતીય ફિલ્મ છે. ફિલ્મે યૂએઇમાં સૌથી સારું કલેક્શન કર્યું છે, જે સાત દિવસમાં 1.46 કરોડ છે.

બોલીવુંડ હંગામાના રિપોર્ટ પ્રમાણે, લક્ષ્મીએ હાલ બન્ને દેશોમાં 1.30 કરોડનું ગ્રૉસ બૉક્સ ઑફિસ કલેક્શન 7 દિવસમાં કર્યું છે. ઑસ્ટ્રેલિયામાં ફિલ્મ 52 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી અને લગભગ 70 લાખ રૂપિયા એકઠા કર્યા. ન્યૂઝીલેન્ડમાં ફિલ્મ 31 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી, જ્યા તેણે 60 લાખ રૂપિયા એકઠા કર્યા. એટલે કે યૂએઇ અને અન્ય ઓવરસીઝના કલેક્શન્સ એકઠાં કરીએ તો લક્ષ્મીએ રિલીઝના સાત દિવસમાં લગભગ 3 કરોડ રૂપિયા જમા કર્યા છે.

સામાન્ય રીતે ફિલ્મો શુક્રવારે રિલીઝ કરવામાં આવે છે, આ રીતે જોવા જતાં લક્ષ્મીએ એક્સ્ટેન્ડેડ વીકેન્ડ એન્જૉય કર્યો છે. કોરોના વાયરસ પેન્ડેમિકની અસર વિશ્વભરમાં મનોરંજન ઉદ્યોગ પર પડી છે. સિનેમાઘર ખુલી ગયા છે, પણ દર્શોકની સંખ્યા સીમિત કરી દેવામાં આવી છે. તો, ઘણાં એવા દર્શકો હજી પણ સિનેમાઘરોમાં જતા ખચકાટ અનુભવે છે.

bollywood bollywood news box office akshay kumar hotstar kiara advani laxmmi bomb