14 November, 2023 01:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જવાનો સાથે દિવાળી સેલિબ્રેટ કરી અક્ષયે
અક્ષયકુમારે જવાન સાથે દિવાળીને સેલિબ્રેટ કરી હતી. ઇન્ડિયન આર્મીના જઝ્બા, ધૈર્ય અને હિમ્મત અને બલિદાનનું અક્ષયકુમાર હંમેશાંથી રિસ્પેક્ટ કરતો આવ્યો છે. આથી તેણે એક દિવસ જવાનો સાથે પસાર કરીને દિવાળી સેલિબ્રેટ કરી હતી. આ વિશે અક્ષયકુમારે કહ્યું કે ‘મને અહીં આવીને ઘણી ખુશી થઈ રહી છે. મારા પિતા આર્મીમાં સોલ્જર હતા. આથી નાનપણથી જ મારું દિલ આર્મી સાથે જોડાયેલું છે. યુનિફૉર્મને જોઈને મને ગર્વ થાય છે અને અહીં હોવાનો મને ગર્વ છે.’