અક્કીનેની પરિવારમાં ખુશીનો માહોલ…નાગાર્જુનના નાના દીકરાએ પ્રભુતામાં પગલાં પાડ્યાં

08 June, 2025 06:58 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Online Correspondent

Akhil Akkineni-Zainab Ravdjee Wedding: અમલા અક્કીનેનીએ લોન્ગટાઇમ ગર્લફ્રેન્ડ ઝૈનબ રાવજી સાથે કર્યા લગ્ન; હૈદ્રાબાદમાં યોજાયેલા લગ્ન સમારોહની તસવીર સોશ્યલ મીડિયામાં વાયરલ

અખિલ અક્કીનેની અને ઝૈનબ રાવજીના લગ્નની તસવીરો (તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા)

દક્ષિણના સુપરસ્ટાર નાગાર્જુન (Nagarjuna) અને અમલા અક્કીનેની (Amala Akkineni)ના નાના પુત્ર અખિલ અક્કીનેની (Akhil Akkineni)એ લોન્ગટાઇમ ગર્લફ્રેન્ડ ઝૈનબ રાવજી (Zainab Ravdjee) સાથે લગ્ન કર્યા છે. અખિલ અક્કીનેની અને ઝૈનબ રાવજીના લગ્નની પહેલી તસવીરો સોશ્યલ મીડિયા પર આવી છે. આ પ્રેમી પંખીડાઓએ શુક્રવાર, ૬ જૂન, ૨૦૨૫ના રોજ હૈદરાબાદ (Hyderabad)માં એક ઇન્ટિમેટ લગ્ન સમારંભમાં લગ્ન કર્યા છે.

અત્યારે સાઉથ ઇન્ડસ્ટ્રીના અક્કીનેની પરિવારમાં ખુશીનો માહોલ છે. કારણ કે પરિવારમાં એક ઉજવણી ચાલી રહી છે. આ ઉજવણી નાગાર્જુનના નાના પુત્ર અને નાગા ચૈતન્ય (Naga Chaitanya)ના ભાઈ અખિલ અક્કીનેનીના લગ્નની છે. અખિલ અક્કીનેનીએ આજે હૈદ્રાબાદમાં લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ ઝૈનબ રાવજી સાથે આજે પ્રભુતામાં પગલાં (Akhil Akkineni-Zainab Ravdjee Wedding) પાડ્યા છે.

અખિલ અક્કીનેની અને ઝૈનબ રાવજી વિધિપૂર્વક લગ્ન કર્યા બાદ સત્તાવાર રીતે પતિ-પત્ની બન્યા છે. આ દંપતીના લગ્નની કેટલીક તસવીરોએ સોશ્યલ મીડિયા (Social Media) પર ધૂમ મચાવી દીધી છે. ઘણા ચાહકો હવે નવદંપતીને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે.

ઇન્સ્ટાગ્રામ (Instagram) પર વાયરલ થયેલી અખિલ અક્કીનેની અને ઝૈનબ રાવજીના લગ્નની ઘણી તસવીરો સામે આવી છે. એક તસવીરમાં, આ દંપતી એકબીજાના હાથ પકડીને મહેમાનો સાથે ખુશીથી પોઝ આપતા જોવા મળે છે. દરમિયાન, બીજી તસવીરમાં, નાગાર્જુન લગ્ન દરમિયાન ધાર્મિક વિધિ કરતી વખતે તેના પુત્ર અખિલની બાજુમાં બેઠેલા જોવા મળે છે. તે જ સમયે, વરરાજા અખિલ હાથ જોડીને જોવા મળે છે.

અખિલ અને ઝૈનબ બંનેએ તેલુગુ લગ્નમાં પહેરે તેવા પરંપરાગત પોશાક પહેર્યા હતા. દુલ્હન ઝૈનબ પેસ્ટલ આઇવરી સિલ્ક સાડી અને ગોલ્ડન બ્લાઉઝમાં ખૂબ જ સુંદર દેખાતી હતી અને તેણે તેની સાથે પરંપરાગત સોનાના ઘરેણાં પહેર્યા હતા. માંગ ટીકા અને ગળાનો હાર પહેરેલી ઝૈનબ એકદમ સુંદર દુલ્હન લાગતી હતી. તે જ સમયે, વરરાજા અખિલે સાદો આઇવરી કુર્તો અને ધોતી પહેરીને પોતાનો લુક પૂર્ણ કર્યો.

હૈદરાબાદમાં અખિલ અક્કીનેની અને ઝૈનબ રાવજીના લગ્નમાં ઘણી સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. લગ્ન સમારંભમાં અખિલના ભાઈ નાગા ચૈતન્ય અને ભાભી શોભિતા ધુલિપાલા (Sobhita Dhulipala) હાજર રહ્યા હતા. ચિરંજીવી (Chiranjeevi), રામ ચરણ (Ram Charan) અને પ્રશાંત નીલ (Prashanth Neel) જેવા સેલિબ્રિટીઓએ પણ આ ઉજવણીમાં હાજરી આપી હતી.

દરમિયાન, અખિલના બારાતના વીડિયોમાં, નાગાર્જુન અને નાગા ચૈતન્ય ડાન્સ કરતા અને ખૂબ મસ્તી કરતા દેખાયા હતા, તેના પણ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ હતી.

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે નવેમ્બરમાં અખિલ અક્કીનેની અને ઝૈનબ રાવજીની સગાઈ થઈ હતી. નાગાર્જુનની નાની પુત્રવધૂ અને અખિલ અક્કીનેનીની પત્ની ઝૈનબના પિતા ઝુલ્ફી રાવજી એક પ્રખ્યાત ઉદ્યોગપતિ છે. ઝૈનબ, જે એક વ્યાપારી પરિવાર સાથે સંબંધ ધરાવે છે, તે એક તેજસ્વી કલાકાર અને ઉદ્યોગસાહસિક છે. તેણે એમએફ હુસૈન (M. F. Husain)ની ફિલ્મ ‘મીનાક્ષી: અ ટેલ ઓફ થ્રી સિટીઝ’ (Meenaxi: A Tale of Three Cities)માં પણ કામ કર્યું છે.

nagarjuna naga chaitanya sobhita dhulipala celebrity wedding hyderabad social media entertainment news bollywood bollywood news ram charan chiranjeevi