અજય દેવગનની તાનાજીએ મહારાષ્ટ્રમાં કરી સૌથી વધારે કમાણી, હવે ટેક્સ ફ્રી

22 January, 2020 04:59 PM IST  |  Mumbai

અજય દેવગનની તાનાજીએ મહારાષ્ટ્રમાં કરી સૌથી વધારે કમાણી, હવે ટેક્સ ફ્રી

તાનાજી- ધ અનસંગ વૉરિયર

મહારાષ્ટ્રમાં તાનાજીને ટેક્સ ફ્રી કરવાના મામલાએ પૉલિટિકલ એન્ગલ લઈ લીધો હતો, જ્યારે ભૂતપૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે ઉત્તર પ્રદેસમાં એની ટેક્સ ફ્રી કરવાની માંગ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેથી કરી હતી. મહારાષ્ટ્ર માટે તાનાજીનું મહત્વ અલગ હતું, ફિલ્મ મરાઠા યોદ્ધા તાનાજી માલુસરે પર આધારિત છે, જે છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં સુબેદાર હતા. તાનાજીએ સામાજિક દૃષ્ટિથી મહત્વ કોંઢાણાના કિલ્લાને મોગલોના કબજેથી છોડવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે. તાનાજી 2D સાથે 3Dમાં પણ બનાવવામાં આવી છે. ફિલ્મમાં સૈફ અલી ખાને મોગલ આર્મીના ફાઇટર ઉદય ભાનની ભૂમિકા ભજવી છે, જ્યારે કાજોલ તાનાજીની પત્ની સાવિત્રીબાઈના રોલમાં છે.

 

 

ફિલ્મના ટીકાકારોએ પણ ઘણી પ્રશંસા કરી છે. વિષયને જોતા એને હિન્દી સિવાય મરાઠી ભાષામાં પણ રિલીઝ કરવામાં આવી. ટ્રેડ રિપોર્ટ્સની માનીએ તો તાનાજીએ મહારાષ્ટ્રમાં સારી કમાણી કરી છે. ઘરેલૂ બૉક્સ ઑફિસ પર 200 કરોડની નજીક પહોંચી છે તાનાજીએ ફક્ત મુંબઈથી 55 કરોડથી વધારેની કમાણી કરી છે. આ અજય દેવગનના કરિયરનું બેસ્ટ કલેક્શન છે. દિલ્હી અને યૂપી ટેરિટરીથી ફિલ્મને 15 કરોડથી વધારે મળ્યા છે. બાકી સિનેમા બજારમાં ફિલ્મનું કલેક્શન્સ 10 કરોડથી ઓછું રહ્યું છે.

તાનાજી 10 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. ફિલ્મે પહેલા સપ્તાહમાં 118 કરોડથી વધારે દેશભરમાં કમાયાસ હતા. બીજા સપ્તાહમાં ચાલી રહેલી ફિલ્મ 183 કરોડથી વધારે કલેક્શન કરી ચૂકી છે. તાનાજીને સૌથી પહેલા ઉત્તર પ્રદેશ સરકારે ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી, જેના માટે અજય દેવગને યૂપીના સીએણ યોગી આદિત્યનાથનો પણ આભાર માન્યો હતો.

tanhaji: the unsung warrior ajay devgn kajol saif ali khan bollywood news entertaintment