ફુટબૉલ ગોલ્ડન એરા પર આધારિત અજય દેવગનની ફિલ્મ 'મેદાન' આ દિવસે થશે રિલીઝ

11 November, 2019 08:12 PM IST  |  Mumbai Desk

ફુટબૉલ ગોલ્ડન એરા પર આધારિત અજય દેવગનની ફિલ્મ 'મેદાન' આ દિવસે થશે રિલીઝ

રમત પર આધારિત અજય દેવગનની ફિલ્મ 'મેદાન' 27 નવેમ્બર, 2020ના સિનેમાઘરોમાં આવશે. ભારતીય ફુટબૉલના ગોલ્ડન એરાની સ્ટોરી પર આધારિત આ ફિલ્મનું નિર્દેશન 'બધાઇ હો'ના નિર્દેશક અમિત રવીન્દ્રનાથ શર્મા કરી રહ્યા છે.

એક પ્રેસ રિલીઝ પ્રમાણે ફિલ્મમાં દેવગન સાથે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી કીર્તિ સુરેશ પણ કામ કરી રહી છે. સુંદર ગ્રાફિક્સવાળી આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહી છે. નિર્માતાઓની યોજના માર્ચ સુધીમાં શુટિંગ પૂરું કરવાની છે.

સાઇવિન ક્વાદ્રોસે આ ફિલ્મની સ્ક્રિપ્ટ અને રિતેશ શાહે ડાયલૉગ લેખન કર્યું છે. ફિલ્મ 'મેદાન'નું નિર્માણ ઝી સ્ટૂડિયા, બોની કપૂર, આકાશ ચાવલા અને અરુણવ જૉય સેનગુપ્તા કરી રહ્યા છે.

રમત પર આધારિત ફિલ્મોની વાત કરીએ તો દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવની બાયોપિક '83'માં ક્રિકેટરની ભૂમિકા ભજવતા રણવીર સિંહનો નવો લૂક રિલીઝ કરવામાં આવ્યો છે. આ લૂક માટે કપિલ દેવે રણવીરના વખાણ પણ કર્યા છે.

પૂર્વ કેપ્ટન કપિલ દેવે સોમવારે અભિનેતા રણવીર સિંહના વખાણ કરતાં કહ્યું કે તેમણે આગામી ફિલ્મ '83'માં તેના જાણીતાં 'નટરાજ શૉટ'ની આબેહૂબ નકલ કરી છે.

આ પણ વાંચો : કેઝ્યુઅલ આઉટિંગ માટે આ ગુજરાતી અભિનેત્રીઓના લૂક્સને કરો ટ્રાય,લાગશો એકદમ સ્ટનિંગ

સિંહ કબીર ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કપિલ દેવનું પાત્ર ભજવે છે. તેમણે ટ્વિટર પર આ ફિલ્મનું ફોટો શૅર કર્યો છે. અભિનેતાએ ફોટો સાથે લખ્યું, "નટરાજ શૉટ રણવીર એઝ કપિલ" દેવે આ ફિલ્મ માટે સિંહને પ્રશિક્ષિણ આપ્યું છે. તેમણે રણવીરના વખાણ કરતાં કહ્યું કે તેમણે વન-લેગ્ડ હુક શૉટ એકદમ બરાબર રીતે કર્યું.

bollywood bollywood news bollywood gossips ajay devgn