Tanhaji: મરાઠા યોદ્ધા તાનાજી માલુસરે તરીકે દેખાયો અજય દેવગન, જુઓ લૂક

13 January, 2020 04:23 PM IST  |  મુંબઈ ડેસ્ક

Tanhaji: મરાઠા યોદ્ધા તાનાજી માલુસરે તરીકે દેખાયો અજય દેવગન, જુઓ લૂક

અજય દેવગન સ્ટારર ફિલ્મ તાનાજી: ધ અનસંગ વૉરિયરનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. આમાં અજય દેવગન મરાઠા યોદ્ધા તાનાજી માલુસરે તરીકે જોવા મળે છે. અજય અનેક તીરો વચ્ચે તલવાર લઇને ઊભો છે. તેની આંખમાં ક્રોધ છે. અજય દેવગને ફિલ્મનો ફર્સ્ટ લૂક પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર પણ શૅર કર્યો છે. પોસ્ટર શૅર કરતાં અજય દેવગને લખ્યું છે કે, "મગજ જે એટલું ઝડપી હતું, જેમ તલવાર"

કાજોલ અને સૈફ અલી ખાન જેવા સિતારા પણ સામેલ
ફિલ્મમાં અજય દેવગન સાથે તેની પત્ની અભિનેત્રી કાજોલ પણ જોવા મળશે. અજય અને કાજોલ બન્ને 11 વર્ષ પછી ફરીથી સ્ક્રીન પર એકસાથે આવી રહ્યા છે. તે છેલ્લે 2008માં 'યૂ મી ઔર હમ'માં દેખાયા હતા. તાનાજીમાં સૈફ અલી ખાન મુખ્ય પાત્ર ભજવી રહ્યો છે. અજય દેવગને સૈફ અલી ખાનનો લૂક પણ શૅર કર્યો છે. જેમાં સૈફ પણ ખૂબ જ ગુસ્સમાં અને બિહામણા અવતારમાં જોવા મળ છે. તાનાજીમાં જગપતિ બાબૂ, આજિંક્ય દેવ, પંકજ ત્રિપાઠી અને અબ્દુલ કાદિર અમીન પણ જોવા મળશે.

છપાક સામે છે ટક્કર
ઓમ રાઉતના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ આવતાં વર્ષે 10 જાન્યુઆરીના રિલીઝ થશે. ફિલ્મને અજય દેવગન, ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમારે પ્રૉડ્યુસ કરી છે. 10 જાન્યુઆરીના જ દીપિકા પાદુકોણની ફિલ્મ 'છપાક' પણ રિલીઝ થવાની છે.

શિવાજીના એક સૈનિકની સ્ટોરી
તાનાજી: ધ અનસંગ વૉરિયર શિવાજીની સેનાના એક સૈનિક તાનાજી માલુસરેના જીવન પર આધારિત ફિલ્મ છે. ફિલ્મ 1670ના સિંહગઢના યુદ્ધ પર આધારિત છે.

ajay devgn saif ali khan kajol bollywood bollywood gossips bollywood news bollywood events tanhaji: the unsung warrior