Maidaan Teaser: 30 માર્ચે `મેદાન` માં ઉતરશે અજય દેવગન, સાથે હશે આ ગુજરાતી યુવા કલાકાર

28 March, 2023 01:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેતા અજય દેવગન (Ajay Devgn)એ ટ્વિટર પર જાણકારી આપી છે કે તે 30 માર્ચે મેદાન (Maidaan Teaser)માં ઉતરશે. મહત્વનું છે કે તેમની સાથે મુંબઈના ગુજરાતી યુવા કલાકાર પણ જોવા મળશે.

અજય દેવગન સ્ટારર મેદાન ફિલ્મનું ટીઝર 30 માર્ચે રિલીઝ થશે

અજય દેવગન (Ajay Devgn)જલદી જ ભોલા (Bholaa)ફિલ્મ લઈને આવી રહ્યાં છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. મોટા પડદા પર અજયને ભોલાના અવતારમાં જોવા ફેન્સ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. એવામાં અભિનેતાએ ફેન્સને ફરી એક ગૂડ ન્યૂઝ શેર કર્યા છે. બૉલિવૂડ સિંઘમની `ભોલા` ફિલ્મ સિવાય `મેદાન` પણ ચર્ચામાં છે. `મેદાન`માં અજય અલગ જ અંદાજમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં ગુજરાતી યુવક પણ મોટા પડદા પર અભિનય કરતો દેખાશે.  

`ભોલા` ફિલ્મની ચોતરફ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે અભિનેતાએ `મેદાન` ફિલ્મને લઈ મહત્વની જાણકારી શેર કરી છે. અજય દેવગને જાહેરાત કરી છે કે તેમની ફિલ્મ મેદાન(Maidaan)નું ટીઝર ભોલા(Bholaa)ની રિલીઝ ડેટના દિવસે રિલીઝ થશે. ભોલા ફિલ્મ આગામી 30 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, મતલબ કે મેદાન ફિલ્મનું ટીઝર પણ (Maidaan Teaser)30 માર્ચે તમને જોવા મળશે. આની જાહેરાત કરતા અભિનેતાએ ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યુ છે. ટ્વિટર પર પોસ્ટર શેર કરતાં અજયે લખ્યું કે "એક આદમી, એક વિશ્વાસ, એક આત્મા, એક સત્ય ઘટના પર આધારિત, મેદાનમાં ઉતરશે સમગ્ર ભારત, 30 માર્ચે ટીઝર રિલીઝ. "

અજય દેવનની ફિલ્મ મેદાન ઘણા સમયથી ચર્ચા છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. પરંતુ કોરોનાને કારણે આ ફિલ્મને રજૂ કરવામા્ં વિલંબ આવ્યો હતો.  આખરે હવે ચાહકોની આતુરતાનો અંત આવશે અને 30 માર્ચે મેદાનનું ટીઝર જોવા મળશે. જયારે ફિલ્મ 23 જૂન, 2023ના રોજ થિયેટરમાં રિલીઝ થશે. 

આ પણ વાંચો:  ૯૦ના દાયકામાં ડિરેક્ટર્સ સ્ક્રિપ્ટ વગર દૃશ્યોના આઇડિયા આપતા હતા : અજય દેવગન

મહત્વનું છે કે આ બહુચર્ચિત ફિલ્મમાં ગુજરાતી યુવા કલાકારે પણ અભિનય કર્યો છે. મુંબઈના રિષભ જોષી અજય દેવગન સ્ટારર ફિલ્મ મેદાનમાં અભિનય કરતા દેખાશે. રિષભ જોષી નાટકો, ગુજરાતી ફિલ્મ અને વેબ સીરિઝમાં કામ કરી ચૂક્યા છે. તાજેતરમાં તેમની ગુજરાતી ફિલ્મ `હેલ્લો` રિલીઝ થઈ હતી. 

`મેદાન` ફૂટબોલ કોચ સઈદ અબ્દુલ રહીમની બાયોપિક ફિલ્મ છે. તેઓ ભારતીય ફૂટબોલના પિતા તરીકે ઓળખાય છે. આ ફિલ્મમાં અજય ઉપરાંત પ્રિયમણી, ગજરાજ રાવ, બોમન ઈરાની અને રુદ્રનીલ ઘોષ જેવા કલાકારો છે.

 

 

 

 

 

bollywood news ajay devgn mumbai football entertainment news