13 May, 2026 09:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મલયાલમ ‘દૃશ્યમ 3’ ૨૧ મેએ રિલીઝ થવાની છે જ્યારે અજય દેવગન અભિનીત હિન્દી વર્ઝન બીજી ઑક્ટોબરે થિયેટરમાં આવશે
અજય દેવગનની ‘દૃશ્યમ’ અને ‘દૃશ્યમ 2’ મોહનલાલની મલયાલમ ‘દૃશ્યમ’ અને ‘દૃશ્યમ 2’ની રીમેક હતી. જોકે હવે આ ફ્રૅન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ‘દૃશ્યમ 3’ના હિન્દી વર્ઝન અને મલયાલમ વર્ઝનની વાર્તા સાવ અલગ છે. રિપોર્ટ મુજબ ફિલ્મનું હિન્દી વર્ઝન મોહનલાલની મલયાલમ ફિલ્મની સંપૂર્ણ નકલ નહીં હોય. નિર્માતાઓએ સ્પષ્ટ કર્યું છે કે હિન્દી આવૃત્તિમાં વાર્તા, સ્ક્રીનપ્લે અને પ્રેઝન્ટેશનમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવશે જેથી દર્શકોને નવી અનુભૂતિ મળી શકે.
મલયાલમ ‘દૃશ્યમ 3’ ૨૧ મેએ રિલીઝ થવાની છે જ્યારે અજય દેવગન અભિનીત હિન્દી વર્ઝન બીજી ઑક્ટોબરે થિયેટરમાં આવશે. આ ફેરફાર વિશે ‘દૃશ્યમ 3’ના ડિરેક્ટર અભિષેક પાઠકે જણાવ્યું હતું કે ‘બન્ને ફિલ્મોની શરૂઆત ‘દૃશ્યમ 2’ જ્યાં પૂર્ણ થઈ હતી ત્યાંથી જ થશે, પરંતુ હિન્દી દર્શકોની પસંદગી અલગ હોવાથી વાર્તા અને સ્ક્રીનપ્લેમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મલયાલમ વર્ઝન વધુ પરિવારકેન્દ્રિત અને ઇમોશનલ હશે જ્યારે હિન્દી વર્ઝનમાં નવી અને વધુ વ્યાપક કમર્શિયલ ટ્રીટમેન્ટ જોવા મળી શકે છે.’