'De De pyar De' Box Office collection Day 2 : કરી આટલી કમાણી

19 May, 2019 03:21 PM IST  | 

'De De pyar De' Box Office collection Day 2 : કરી આટલી કમાણી

દે દે પ્યાર દે

'De De pyar De' Box Office collection અજય દેવગનની રોમેન્ટિક કૉમેડી ફિલ્મ 'દે દે પ્યાર દે' પર બીજા દિવસે દર્શકોએ વધુ પ્રેમ વરસાવ્યો, જેને કારણે ફિલ્મનું કલેક્શન લગભગ 24 કરોડ થયું છે.

17 મે દેશભરમાં 3100થી વધુ સ્ક્રિન્સ પર રિલીઝ થયેલી ફિલ્મ 'દે દે પ્યાર દે'ને પહેલા દિવસે 10.41 કરોડ રૂપિયાનું કલેક્શન મળ્યું હતું, જે એક્સ્પેક્ટેશન કરતાં ઓછું છે એવું કહેવામાં આવ્યું, પણ બીજા દિવસે શનિવારે ફિલ્મના કલેક્શન્સમાં ઉછાળો થયો અને રૂપિયા 13.39 કરોડની કમાણી કરી લીધી. આમ બે દિવસમાં 'De De Pyar De'નું Box Office Collection રૂપિયા 23.80 કરોડ થઇ ગયું છે. ટ્રેન્ડ જાણકારો મુજબ, ફિલ્મ મેટ્રો અને ટિયર 2 શહેરોમાં સારું બિઝનેસ કરે છે. શનિવારના ટ્રેન્ડ્સને જોતાં આશા છે કે ફિલ્મ ઓપનિંગ વીકએન્ડ્સમાં ઓછામાં ઓછું 35 કરોડનું કલેક્શન તો કરી જ લેશે. દે દે પ્યાર દે ને અકીવ અલીએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં અજય દેવગન સાથે તબૂ અને રકુલપ્રીત મુખ્ય ભૂમિકામાં છે.

'દે દે પ્યાર દે'ની સ્ટોરી એક 50 વર્ષના બિઝનેસમેન અને તેની 24 વર્ષીય ગર્લફ્રેન્ડની લવસ્ટોરી પર આધારિત છે. ફિલ્મમાં તબૂ અજયની એક્સ વાઇફ અને રકુલ ગર્લફ્રેન્ડના પાત્રમાં છે. ફિલ્મના સમીક્ષકોએ પણ સપોર્ટ કર્યો છે. તબૂ સાથે અજયની છેલ્લી ફિલ્મ ગોલમાલ અગેન છે, જ્યારે રકુલ સાથે તે પહેલી વાર પેર અપ થયો છે.

આ પણ વાંચો : Laxmmi Bomb:એક તરફ પોસ્ટર રિલીઝ, બીજી તરફ ડિરેક્ટરે છોડી ફિલ્મ

2019માં દે દે પ્યાર દે અજયની બીજી રિલીઝ છે. આ પહેલા ફેબ્રુઆરીમાં તેની કૉમેડી ફિલ્મ ટોટલ ધમાલ રિલીઝ થઈ હતી. જો કે ટોટલ ધમાલ કરતાં દે દે પ્યાર દેની ઝડપ ઓછી છે. ટોટલ ધમાલે 16.50 કરોડની ઓપનિંગ કરી હતી. અને 62.40 કરોડનું કલેક્શન ઓપનિંગ વીકએન્ડમાં કર્યું હતું.

ajay devgn bollywood events bollywood bollywood news bollywood gossips tabu