Tanhaji Teaser: "રિશ્તો કા ફર્ઝ યા મિટ્ટી કા કર્ઝ?"...

02 March, 2020 06:36 PM IST  |  Mumbai Desk

Tanhaji Teaser: "રિશ્તો કા ફર્ઝ યા મિટ્ટી કા કર્ઝ?"...

અજય દેવગનની ફિલ્મ 'તાનાજીઃ ધ અનસંગ વૉરિયર'નું એક નવું ટીઝર આવી ગયું છે. આ ટીઝરની શરૂઆત સંજય મિશ્રાના અવાજમાં થાય છે. આખા ટીઝરમાં ફક્ત એક જ ડાયલૉગ છે, "રિશ્તો કા ફર્ઝ યા મિટ્ટી કા કર્ઝ"આ પહેલા પણ ફિલ્મના બે ટીઝર આવી ચૂક્યા છે. અજય દેવગન સ્ટારર આ ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના સૂબેદાર માલુસરે તાનાજી પર આધારિત છે.

ટીઝર અજય દેવગને પોતાના ઑફિશિયલ અકાઉન્ટ પરથી શૅર કર્યો. તેણે લખ્યું કે, 'રિશ્તો કા ફર્ઝ યા મિટ્ટી કા કર્ઝ? તાનાજીઃ ધ અનસંગ વૉરિયર 10 જાન્યુઆરી 2020ના સિનેમાઘરોમાં આવી રહી છે. ટ્રેલર બે દિવસમાં આવી રહ્યું છે.' આ પહેલા આવેલા બે ટીઝરને પણ અજય પોતાનાઅકાઉન્ટ પરથી શૅર કર્યો છે. બન્ને ટીઝરમાં સંજય મિશ્રાની અવાજમાં એક-એક ડાયલૉગ છે. પહેલામાં 'સ્વરાજ સે બઢકર ક્યા?' અને બીજામાં 'એક તરફ મુગલોં કી આંધી, દુસરી તરફ મુઠ્ઠી ભર મરાઠા' ડાયલૉગ છે.

આ પહેલા અજય દેવગન નવું પોસ્ટર પણ રિલીઝ કરી ચૂક્યો છે. કુલ મળીને ટ્રેલર પહેલા કેટલાય નાન-નાના ડાયલૉગ્સ રિલીઝ કરવામાં આવ્યા છે. આ પહેલા 'લાલ કપ્તાન'ના ટ્રેલર પહેલા પણ કંઇક આવું જ કરવામાં આવ્યું હતું, ટ્રેલર પહેલા કેટલાય નાના-નાના ટીઝર રિલીઝ કરવામાં આવ્યા હતા. આ રીતે તાનાજીના 19 નવેમ્બરે રિલીઝ થતાં ટ્રેલરમાં આ બધાં જ ડાયલૉગ્સ સાંભળવા મળી શકે છે.

આ પણ વાંચો : Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી

જણાવીએ કે અજય દેવગનને ઇન્ડસ્ટ્રીમાં 30 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. 'ફૂલ ઔર કાંટે' સાથે પોતાના કરિઅરની શરૂઆત કરનારા અજય માટે આ 100મી ફિલ્મ છે. વર્ષની શરૂઆતમાં આવતી આ ફિલ્મથી તેને ઘણી આશાઓ છે. આ ફિલ્મને ઓમ રાફતે ડાયરેક્ટ કરી હતી. પહેલા આ વર્ષના અંતમાં જ રિલીઝ થવાની હતી, પણ આની તારીખ વધારીને 10 જાન્યુઆરી કરી દેવામાં આવી છે.

ajay devgn bollywood bollywood news bollywood events bollywood gossips