10 April, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજય દેવગન અને વાણી કપૂર
અજય દેવગનની આગામી ફિલ્મ ‘રેડ 2’ પહેલી મેએ રિલીઝ થશે. ગઈ કાલે એ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું. મુંબઈમાં યોજાયેલા આ ટ્રેલર-લૉન્ચના ફંક્શનમાં મુખ્ય કલાકાર અજય દેવગન અને વાણી કપૂર સહિત ફિલ્મ સાથે સંકળાયેલા તમામ લોકોએ હાજરી આપી હતી. આ ફિલ્મમાં અજય દેવગન ફરી એક વાર ઑફિસર અમય પટનાયકની ભૂમિકામાં જોવા મળશે. તેનો મુકાબલો રિતેશ દેશમુખ સામે થશે. ફિલ્મમાં રિતેશ દેશમુખ ભ્રષ્ટ રાજકારણીની ભૂમિકામાં જોવા મળશે.