07 August, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિલા
અજય દેવગન અને કાજોલની ગણતરી બૉલીવુડના પાવર-કપલમાં થાય છે. તેઓ ગોવામાં એક આલીશાન વિલાનાં માલિક છે જે તેમની લક્ઝરી અને ભવ્ય જીવનશૈલીનું પ્રતીક છે. આ વિલા ગોવાના મોહક દરિયાકિનારાની નજીક આવેલી છે અને જો એમાં રહેવું હોય તો એનું એક રાતનું ભાડું ૭૫,૦૦૦ રૂપિયા છે.
આ વિલા ગોવાના એક શાંત અને મનોહર વિસ્તારમાં સ્થિત છે જે રજાઓ માટે આદર્શ સ્થળ ગણાય છે. આ વિલામાં આધુનિક અને લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં વિશાળ બેડરૂમ્સ, ખાનગી પૂલ અને લીલોછમ બગીચો છે. આ ઉપરાંત વિલામાં આરામદાયક રહેવા માટે તમામ આધુનિક સુખ-સુવિધાઓ પણ છે. આ વિલાને ભાડે આપવામાં આવે છે અને એક રાતનું ભાડું ૭૫,૦૦૦ રૂપિયા છે.
અજય અને કાજોલ બન્ને ગોવાને ખૂબ પસંદ કરે છે અને અવારનવાર ત્યાં રજાઓ માણવા જાય છે. આ વિલા તેમના માટે માત્ર રોકાણ જ નહીં પરંતુ એક આરામદાયક અને ખાનગી સ્થળ પણ છે જ્યાં તેઓ પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવે છે.
હૅપી બર્થ-ડે ફેવરિટ
મંગળવારે કાજોલની ૫૧મી વર્ષગાંઠ હતી અને આ દિવસે પતિ અજય દેવગને સોશ્યલ મીડિયા પર કાજોલની બે અત્યંત સુંદર તસવીર શૅર કરી અને શુભેચ્છા આપીને કૅપ્શનમાં લખ્યું, ‘ઘણું બધું કહી શકું, પણ પછી તારી આંખો પહોળી થઈ જશે, તો હૅપી બર્થ-ડે ફેવરિટ.’ અજય ઉપરાંત ઘણા સેલેબ્સ અને ચાહકોએ પણ કાજોલને જન્મદિનની શુભેચ્છાઓ આપી છે.