2020માં બૉક્સ-ઑફિસ પર પહેલી ટક્કર અજય દેવગન, દીપિકા અને રજનીકાન્ત વચ્ચે

17 December, 2019 01:24 PM IST  |  Mumbai

2020માં બૉક્સ-ઑફિસ પર પહેલી ટક્કર અજય દેવગન, દીપિકા અને રજનીકાન્ત વચ્ચે

બૉક્સ-ઑફિસ પર 2020 ની 10 જાન્યુઆરીનાં દિવસે ત્રણ ફિલ્મોની એક સાથે ટક્કર થવાની છે. ‘છપાક’, ‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’ અને ‘દરબાર’ આ ત્રણેય ફિલ્મો એક જ દિવસે રિલીઝ થવાની છે. ‘છપાક’માં ઍસિડ-અટૅક સર્વાઇવર લક્ષ્મી અગરવાલનાં પાત્રમાં દીપિકા પાદુકોણ જોવા મળવાની છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મને દીપિકાએ પ્રોડ્યુસ પણ કરી છે.


તો મેઘના ગુલઝારે એને ડિરેક્ટ કરી છે. ‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’ 17 મી સદીનાં ઇતિહાસ પર આધારિત ફિલ્મ છે. એમાં અજય દેવગન, કાજોલ અને સૈફ અલી ખાન જોવા મળશે. તો સુપરસ્ટાર રજનીકાંતની ‘દરબાર’ પણ એ જ દિવસે રિલીઝ થવાની છે. હવે એ જોવાનું રહેશે કે પહેલા દિવસે બૉક્સ-ઑફિસ પર કઈ ફિલ્મ છવાશે.

bollywood bollywood news bollywood gossips rajinikanth deepika padukone ajay devgn