06 May, 2025 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આજે દેવગન
૨૦૧૦માં એવી અફવા ફેલાયેલી કે અજય દેવગને ૮૪ કરોડ રૂપિયામાં પ્રાઇવેટ જેટ ખરીદ્યું છે આ અફવા વિશે અજયે છેક હમણાં સ્પષ્ટતા કરી હતી. ફિલ્મ ‘રેઇડ 2’ના પ્રમોશન દરમ્યાન અજયે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘એ સમયે મેં પ્રાઇવેટ જેટ ખરીદવાનો વિચાર કર્યો હતો અને આ મુદ્દે સોદો નક્કી પણ થયો હતો, પણ આખરે એ સોદો પાર પડ્યો નહોતો. આથી મેં પ્રાઇવેટ પ્લેન ખરીહ્યું છે એ માત્ર અફવા છે, હકીકત નથી.’