રતલામમાં રેલવેની થીમ પર આધારિત પહેલુ મલ્ટિપ્લેક્સ શરૂ કર્યું અજય દેવગને

07 July, 2019 11:49 AM IST  |  રતલામ

રતલામમાં રેલવેની થીમ પર આધારિત પહેલુ મલ્ટિપ્લેક્સ શરૂ કર્યું અજય દેવગને

રેલવેની થીમ પર આધારિત પહેલુ મલ્ટિપ્લેક્સ શરૂ કર્યું અજય દેવગને

અજય દેવગને મધ્ય પ્રદેશનાં રતલામમાં પહેલું રેલવેની થીમ પર આધારિત મલ્ટિપ્લેક્સ શરૂ કર્યું છે. આ મલ્ટિપ્લેક્સને રેલવેની જેમ ડૅકોરેટ કરવામાં આવ્યું છે. અહીં ફિલ્મ જોવા આવનારાં લોકોને અનોખો અનુભવ મળવાનો છે. અજય દેવગને પોતાનાં NY સિનેમાઝનાં નેજા હેઠળ આ મલ્ટિપ્લેક્સની શરૂઆત કરી છે.

આ પણ વાંચોઃ કેમ ડિમ્પલ કપાડિયાએ હોમી અડજાનિયાના ખભા પર મૂક્યો પગ ?

 મલ્ટિપ્લેક્સમાં ૪૬૦ સીટ્સ છે. અહીં આવતા લોકોને અલગ-અલગ સમયની ટ્રેનોનાં ઇન્ટિરીયર્સને જોવાનો અનુભવ મળશે. સાથે જ સિનેમા અને ટ્રેનોમાં કેવી રીતે વિકાસ થયો છે એ પણ દેખાડવામાં આવશે. આ વિશે જણાવતાં અજય દેવગને કહ્યું હતું કે ‘રતલામનાં આ મલ્ટિપ્લેક્સને અમે ભારતીય સિનેમાનાં માધ્યમથી આપણાં દેશનાં પ્રતિષ્ઠિત રેલ્વે નેટવર્કને સમર્પિત કરવા માગીએ છીએ. અમે ખુશ છીએ કે દર્શકોને આધુનિક ટૅક્નોલૉજી મારફતે થીમ પર આધારિત મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવાનો અદ્ભુત અનુભવ મળી રહેશે.’

ajay devgn bollywood news