અજય દેવગણના પિતા વીરૂ દેવગણનો પાર્થિવ દેહ પંચતત્વમાં વિલીન

27 May, 2019 06:54 PM IST  |  મુંબઈ

અજય દેવગણના પિતા વીરૂ દેવગણનો પાર્થિવ દેહ પંચતત્વમાં વિલીન

વીરૂ દેવગણના થયા અંતિમ સંસ્કાર

અજય દેવગણના પિતા અને સ્ટંટ માસ્ટર વીરૂ દેવગણનું મુંબઈમાં નિધન થઈ ગયું. વીરૂ દેવગણે અનેક સુપરહિટ ફિલ્મોના સ્ટંટ કોરિયોગ્રાફ કર્યા છે. તેમને અનેક પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. gujaratimidday.com પણ તેમને શ્રદ્ધાંજલિ આપે છે. આ સમયે તેમનો પરિવાર શોકાકુળ છે.

ફિલ્મ અભિનેતા અજય દેવગણના પિતા વીરૂ દેવગણે સોમવારે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેમની તબિયત ખરાબ લાંબા સમયથી ખરાબ હતી. વીરૂ દેવગણે 80થી વધુ ફિલ્મોમાં એક્શન કોરિયોગ્રાફી કરવાનું કામ કર્યું હતું. તેમણે હિન્દુસ્તાન કી કસમ નામની ફિલ્મનું ડાયરેક્શન પણ કર્યું હતું.

વર્ષ 1957માં વીરૂ દેવગણ બોલીવુડમાં પ્રવેશવાની ઈચ્છા લઈને અમૃતસરના પોતાના ઘરેથી ભાગી ગયા હતા. ટ્રેનની ટિકિટ ન લેવાના કારણે તેમણે મિત્રો સાથે એક અઠવાડિયા સુધી જેલમાં લેવું પડ્યું હતું. વીરૂ દેવગણના મિત્રો અમૃતસર પાછા ચાલ્યા ગયા પરંતુ તેઓ ન ગયા.

આ પણ વાંચોઃ અજય દેવગણના પરિવારને શાંત્વના આપવા ઉમટી પડ્યું બોલીવુડ

વીરૂ દેવગણે પોતાના દીકરા અજય દેવગણને હીરો બનાવવા માટે ખૂબ જ મહેનત કરી. તેમને નાની ઉંમરમાંથી જ ફિલ્મ મેકિંગ અને એક્શન સાથે જોડ્યા. આ તમામ કામ અજયના હાથથી જ કરાવતા હતા. તેમને નૃત્યની તાલિમ પણ આપી. ઘરમાં જીમ બનાવડાવ્યું. જેના કારણે આજે અજય આટલા સક્સેસફુલ છે.

ajay devgn kajol bollywood news