Aishwarya Raiએ ફિલ્મ 'ગુરુ' સાથે જોડાયેલી 14 વર્ષ જૂની તસવીર કરી શૅર

13 January, 2021 05:58 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Aishwarya Raiએ ફિલ્મ 'ગુરુ' સાથે જોડાયેલી 14 વર્ષ જૂની તસવીર કરી શૅર

તસવીર સૌજન્ય જાગરણ

બૉલીવુડની ખૂબ જ સુંદર અભિનેત્રી અને બચ્ચન પરિવારની પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. ઐશ્વર્યા સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ નતી રહેતી. પણ આ ખાસ અવસરે તેણે પોતાના ચાહકો માટે પોસ્ટ શૅર કરી છે. ઐશ્વર્યાએ શૅર કરેલી આ પોસ્ટ ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. ઐશ્વર્યાએ વર્ષ 2007માં રિલીઝ થયેલી પોતાની અને અભિષેક બચ્ચનની હિટ ફિલ્મ 'ગુરુ'ના પ્રીમિયર દરમિયાનની તસવીર શૅર કરી છે. આ તસવીર પર ચાહકો સતત કોમેન્ટ કરી રહ્યા છે.

ઐશ્વર્યા રાય બચ્ચને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફિલ્મ 'ગુરુ'ના પ્રીમિયરની કેટલીક તસવીરોનો કૉલાજ શૅર કર્યો છે. આમાં તે સ્કાય બ્લૂ સાડીમાં દેખાય છે અને અભિષેક બચ્ચન તરફ જોઇ રહી છે. તો અભિષેક બચ્ચન તસવીરમાં મીડિયા સાથે વાત કરતા દેખાય છે. ઐશ્વર્યા અને અભિષેક સાથે આ તસવીરોમાં ફિલ્મ 'ગુરુ'ના ડિરેક્ટર મણિ રત્નમ પણ દેખાય છે.

ઐશ્વર્યાએ આ તસવીર શૅર કરતા એક ખાસ કૅપ્શન લખ્યું છે. તેણે કૅપ્શનમાં લખ્યું, "આ દિવસે... 14 વર્ષ...ગુરુ હંમેશાં". એક્ટ્રેસની આ તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તો ચાહકો આને લાઇક કરવાની સાથે સાથે કોમેન્ટ પણ કરી રહ્યા છે. આમ તે ઐશ્વર્યાના વખાણ પણ કરી રહ્યા છે અને તેને ફરી એક્ટિંગ કરતા જોવા માગે છે તેવી ઇચ્છા પણ દર્શાવી રહ્યા છે.

જણાવવાનું કે ઐશ્વર્યા રાય જ નહીં પણ અમિતાભ બચ્ચને પણ દીકરા અભિષેક બચ્ચન અને પુત્રવધૂની ફિલ્મ 'ગુરુ'ના 14 વર્ષ પૂરા થવા પર એક પોસ્ટ શૅર કરીને આનંદ વ્યક્ત કર્યો હતો. જણાવવાનું કે અમિતાભ બચ્ચનના એક ફેન પેજે ટ્વિટર પર 'ગુરુ' ફિલ્મ સાથે જોડાયેલો એક વીડિયો શૅર કર્યો હતો. જેમાં અભિષેક બચ્ચન ફિલ્મના પાત્રમાં દેખાય છે. અમિતાભ બચ્ચને તે જ ટ્વીટને રીટ્વીટ કરતા અભિષેક અને 'ગુરુ' ફિલ્મના વખાણ કર્યા છે. અમિતાભ બચ્ચને પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, "ખરેખર શાનદાર ફિલ્મ અને અભિષેક અદ્ભુત દેખાયો."

bollywood bollywood news bollywood gossips entertainment news aishwarya rai bachchan abhishek bachchan amitabh bachchan