ચાલો, શોધી બતાવો આ ફોટોમાં ક્યાં છે ઐશ્વર્યા રાય બચ્ચન?

13 May, 2020 12:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ચાલો, શોધી બતાવો આ ફોટોમાં ક્યાં છે ઐશ્વર્યા રાય બચ્ચન?

ઐશ્વર્યા રાય બચ્ચનના ફૅન ક્લબે શેર કરેલી તસવીર

બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક એટલે ઐશ્વર્યા રાય બચ્ચન. ઐશ્વર્યા તેના લુક્સ અને એક્ટિંગની સ્કિલને લીધે આજે પણ હજારો દિલ પર રાજ કરે છે અને તેની ફૅન ફોલોઈંગનો એક જુદો જ વર્ગ છે.

તાજેતરમાં જ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ એક અહેવાલમાં ઐશ્વર્યા રાય બચ્ચનની એક જુની તસવીર શેર કરી છે. જેમાં તેને ઓળખવી પણ મુશ્કેલ છે. આ ફોટો અત્યારે સોશ્યલ મિડિયા પર બહુ વાયરલ થયો છે. પરંતુ ખરેખરમાં આ તસવીર અભિનેત્રીના ફેન ક્લબે નવેમ્બર 2019માં શેર કરી હતી.

તસવીર જોઈને ખબર પડે છે કે ઐશ્વર્યા રાય બચ્ચન કોઈ મૈત્રીની બર્થડે પાર્ટીમાં છે. પોતાની સખીઓ સાથે ખિલખિલાટ હસતી ઐશ્વર્યાને ઓળખવી આમ તો મુશ્કેલ બને પરંતુ સ્મિત અને આંખોના તેજ પરથી જ કહી શકાય કે કોણ છે ઐશ્વર્યા. સફેદ રંગના પોશાકમાં તે ખરેખર ખીલી ઊઠી છે.

દરમ્યાન, અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લે અનિલ કપુર અને રાજકુમાર રાવ સ્ટારર 'ફન્ને ખાન'માં જોવા મળી હતી. હવે તે મણિરત્નમની આગામી ફિલ્મમાં નેગેટીવ પાત્રમાં જોવા મળશે તેવું સુત્રોનું કહેવું છે.

entertainment news bollywood bollywood gossips bollywood news aishwarya rai bachchan