ઐશ્વર્યા રાયે કરાવ્યું નવું ફોટોશૂટ, આ બાબત છે ખાસ

31 August, 2019 02:47 PM IST  |  મુંબઈ ડેસ્ક

ઐશ્વર્યા રાયે કરાવ્યું નવું ફોટોશૂટ, આ બાબત છે ખાસ

ઐશ્વર્યા રાય બચ્ચન

બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ભલે હાલ ફિલ્મોથી દૂર છે, પણ તેની સુંદરતાના ચાહકો આજે પણ તેના દીવાના છે. ઐશ્વર્યાની તસવીરો જ આ અભિનેત્રીને ચર્ચામાં લાવી દે છે. હવે ફરી એકવાર એવું જ થયું છે, હકીકતે ઐશ્વર્યા રાય બચ્ચને એક ફોટોશૂટ કરાવ્યો છે, જેની બધી બાજુ ચર્ચા થઈ રહી છે. વાયરલ થતી તેની તસવીરોમાં ઐશ્વર્યા ખૂબ જ સુંદર દેખાય છે.

પીકૉક મેગેઝિન માટે કરાવેલા આ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ શૅર થઈ રહી છે. ઐશ્વર્યાના કેટલાય ફેન પેજ પર આ તસવીરો જોવા મળે છે અને લાખો લોકો તેને લાઇક પણ કરી રહ્યા છે. તસવીરોમાં ઐશ્વર્યાએ ડિઝાઇનર જોડી ફાલ્ગુની શેન પીકૉકે બનાવેલા આઉટફિટ્સ પહેર્યા છે. કેટલીક તસવીરમાં ઐશ્વર્યાએ રેડ આઉટફીટ્સ તો કેટલીક તસવીરોમાં તે જુદાં જ લૂકમાં જોવા મળે છે.

ઐશ્વર્યાએ સામન પિન્ક કલરનો જડાયેલા લહેંગાની સાથે મેચિંગ બ્લાઉઝ પહેર્યો છે અને શીર દુપટ્ટો કૅરી કર્યો છે. તેની સાથે જ ઐશ્વર્યાએ ન્યૂડ મેકઅપ અને સટલ લિપસ્ટિક સાથે પોતાનો લૂક કમ્પલીટ કર્યો છે. ઐશ્વર્યાનો આ લૂક ખૂબ જ સુંદર લાગે છે. તો આ પહેલા પણ એક તસવીર સામે આવી હતી, જેમાં ઐશ્વર્યાએ રેડ ગાઉન પહેર્યો હતો અને એમરલ્ડ નેકલેસ સાથે તેનું કૉમ્બિનેશન કર્યું હતું.

આ પણ વાંચો : 90s નોસ્ટાલજિયાઃ યાદ છે તમને એ સમયની આ સીરિયલ અને તેમના પાત્રો?

ઐશ્વર્યા રાયના વર્કફ્રન્ટની વાત કરીએ તો ઐશ્વર્યા ડાયરેક્ટર મણિરત્નમની આગામી ફિલ્મ પોંનિયિન સેલ્વનમાં જોવા મળશે અને અત્યાર સુધી ફિલ્મની શૂટિંગ શરૂ થઈ નથી અને ફિલ્મને લઈને નિર્માતા તરફથી કોઈ જ માહિતી આપવામાં આવી નથી.

aishwarya rai bachchan bollywood bollywood events bollywood gossips bollywood news